Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

બાપુના બલિદાનને કદી ભૂલી ના શકાય : નરેન્દ્રભાઈ

વડાપ્રધાન મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

 નવી દિલ્હી,તા.૩૦ :  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે ૭૫મી પુણ્યતિથિ છે. રાજઘાટમાં બાપૂની સમાધિ પર સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજઘાટ પર બાપૂને શ્રદ્ધાંજલિ આપેલ. આ પહેલા તેમણે ટ્વીટ કરીને બાપૂની પુણ્યતિથિ પર તેમણે નમન કર્યુ હતુ. પીએમ મોદીએ કહ્યુ કે તે તેમના ઉંડા વિચારોને યાદ કરે છે.

 ૩૦ જાન્યુઆરીની તારીખ દેશના ઇતિહાસમાં એક કાળા દિવસ તરીકે દર્જ છે. ૩૦ જાન્યુઆરી, વર્ષ ૧૯૪૮ની તે તારીખ છે જ્યારે નાથૂરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. આ દિવસ આખા દેશ માટે નુકસાનનો દિવસ બની ગયો હતો માટે મહાત્મા ગાંધીની યાદમાં તેમની પુણ્યતિથિએ ભારત શહીદ દિવસ તરીકે મનાવે છે.

 નરેન્દ્રભાઈએ કહ્યુ કે, હું બાપૂને તેમની પૂણ્યતિથિ પર નમન કરૃ છુ અને તેમના ઉંડા વિચારોને યાદ કરૃ છુ. હું તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપુ છુ જે રાષ્ટ્રની સેવામાં શહીદ થયા છે. બાપૂના બલિદાનોને ક્યારેય ભૂલાવવામાં નહી આવે અને વિકસિત ભારત માટે કામ કરવાનો અમારો સંકલ્પ મજબૂત કરતા રહીશુ.

(3:41 pm IST)