Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

અમેરિકન કપલની પર્સનલ લાઇબ્રેરીમાં છે 32,000 બુક્‍સ

કોઈ પણ પુસ્‍તકપ્રેમીનું પોતાની પર્સનલ લાઇબ્રેરી વસાવવાનું સપનું હોય છે

ન્‍યુયોર્ક,તા. 30:બુક-લવર્સ અગણિત બુક્‍સની દુનિયામાં ખોવાઈ જાય છે. કોઈ પણ પુસ્‍તકપ્રેમીનું પોતાની પર્સનલ લાઇબ્રેરી વસાવવાનું સપનું હોય છે. આવા લોકો ન ફક્‍ત બુક્‍સ વાંચવામાં, પરંતુ એના કલેક્‍શનમાં પણ રસ ધરાવતા હોય છે. એક અમેરિકન કપલે પણ એક પર્સનલ લાઇબ્રેરી બનાવી છે. તેમની આ લાઇબ્રેરીમાં બુક્‍સના કલેક્‍શનના ફોટોગ્રાફસ અત્‍યારે સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે અને એ નેટિઝન્‍સને આヘર્યચકિત કરી રહ્યા છે.

અમેરિકન આર્કિયોલોજિસ્‍ટ અને ટ્‍વિટર પર રાઇટર કેથલિન ઓનીલ ગિયર દ્વારા આ ફોટોગ્રાફ શેર કરવામાં આવ્‍યા હતા. આ ફોટોગ્રાફસ જોતાં જણાય છે કે આ લાઇબ્રેરીની સારી રીતે સંભાળ લેવામાં આવી રહી છે. તેમણે એની સાથે કેપ્‍શનમાં લખ્‍યું હતું, ‘અમારી પર્સનલ લાઇબ્રેરીમાં લગભગ 32,000 બુક્‍સ છે. હું માનું છું કે અન્‍ય લોકો કાર અને બોટ ખરીદતા હોય છે.'

(12:08 pm IST)