Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

યુવાન દેખાવાની ઈચ્‍છામાં દર વર્ષે ખર્ચ્‍યા 16 કરોડઃ હવે 45 વર્ષની ઉંમરે 18 જેવી ફિટનેસ

ડોક્‍ટરોનું કહેવું છે કે 45 વર્ષના જોન્‍સનની ફિટનેસ 18 વર્ષના છોકરા જેવી થઈ ગઈ છેઃ હૃદય હવે 37 વર્ષનું છે અને ત્‍વચા 28 વર્ષની છે

વોશિંગ્‍ટન,તા. 30: વૃદ્ધાવસ્‍થામાં યુવાન દેખાવું એ મોટાભાગના લોકોનું સ્‍વપ્‍ન છે. એક અમેરિકન બિઝનેસમેન બ્રાયન જોન્‍સન પોતાની ઈચ્‍છા પૂરી કરવા માટે દર વર્ષે 16 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરી રહ્યો છે.

વાસ્‍તવમાં, જોન્‍સનની બાયોટેક કંપની કોર્નેલકોએ લોકોની જૈવિક ઉંમર ઘટાડવા માટે ‘બ્‍લુપ્રિન્‍ટ' નામનો પ્રોજેક્‍ટ શરૂ કર્યો છે. જહોન્‍સન પણ તેના પ્રારંભિક પરીક્ષણનો એક ભાગ છે. ડોક્‍ટરોનું કહેવું છે કે 45 વર્ષના જોન્‍સનની ફિટનેસ 18 વર્ષના છોકરા જેવી થઈ ગઈ છે. હૃદય હવે 37 વર્ષનું છે અને ત્‍વચા 28 વર્ષની છે.

અહેવાલો અનુસાર, જોન્‍સનની એન્‍ટિ-એજિંગ પ્રક્રિયા વર્ષોના પરીક્ષણ પછી સફળ રહી છે. એવો દાવો કરવામાં આવે છે કે તેમની જૈવિક ઉંમર 7 મહિનામાં 5.1 વર્ષ ઘટી છે. યુવાન રહેવા માટે, બ્રાયન જહોન્‍સન 30 તબીબી વ્‍યાવસાયિકોની ટીમની સેવાઓની નોંધણી કરી રહ્યા છે. ફિઝિશિયન ઓલિવર ઝોલમેન આ મેડિકલ ટીમનું નેતૃત્‍વ કરી રહ્યા છે.

(12:44 pm IST)