Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૬૧

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

જાદુઇ

જે દેખાય છે ઍ જ દુનીયા નથી અદ્રશ્ય પણ ત્યા છે અને તે વધારે મહત્વનું છે કારણ કે તે વધારે ગહન છે. જે દેખાય છે. તે ફકત અદ્રશ્યની ઍક લહેર છે અદ્રશ્ય ઍક સમુદ્ર છે તેથી કયારેક કઇક વિચીત્ર બને તો તેને અવગણો નહી તેને આવવા દો અને દિવસમાં ઍવી ઘણી ક્ષણો હશે જયારે કઇક જાદુઇ તમારા દરવાજા ઉપર દસ્તક દેશે.

અચાનક પક્ષી બોલાવવાનું શરૂ કરે છે તેને સાંભળો હૃદયથી સાંભળો તેનુ વિશ્લેષણ કરવાની શરૂઆત ના કરો તમારી અંદર વિશ્લેષણ કરવાની શરૂઆત ના કરો તમારી અંદર તેના વિશે વાત ના કરો શાંત થઇ જાઓ ‘‘તેને ઉંડે સુધી શકય હોય ત્યા સુધી તમારી અંદર ઉતરી જવા દો...તમારા વિચારોથી તેને અટકાઅો નહી...તેને અનુભવો વિચારો નહી’’

તમે તમારા દિવસને ઍકદમ નવી રીતે અનુભવશો તમારૂ જીવન બદલવાનું શરૂ થઇ જશે.

આ રીતે જ વ્યકિત ખોજી બની શકે છે અસ્તીત્વની સુંદરતાને વ્યકિતઍ માણવી જ જાઇઍ તેના આશીર્વાદ લેવા જ જાઇઍ.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:48 am IST)