Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

રોડ પર ઘાયલ વ્યક્તિની મદદ નહીં કરવાનું ભારે પડ્યું :કોર્ટે બે શખ્સને પાંચ વર્ષની સજા ફટકારી

થાણે જિલ્લા રસ્તા પર ઘાયલ વ્યક્તિને સમયસર હોસ્પિટલે નહીં પહોંચાડતા મોત નીપજ્યું હતું

મહારાષ્ટ્રમાં થાણે જિલ્લા રસ્તા પર ઘાયલ વ્યક્તિની મદદ નહીં કરવાનું ભારે પડ્યું છે. સમયસર હોસ્પિટલે નહીં પહોંચવાને કારણે ઘાયલ વ્યક્તિનું મોત થઈ ગયું છે. આ મામલે કોર્ટે બે વ્યક્તિને પાંચ વર્ષની સજા આપી છે.

 ડિસ્ટ્રિક્ટ જજ આર.વી. તામ્હાનેકરે બે લોકોને પાંચ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે રમેશ કોટ અને સ્વપનિલ નારાયણ કોટના કલમ 304 હેઠળ દોષિત ઠેરવ્યા છે. જજે બંનેને પાંચ-પાંચ વર્ષની સજા સાથે 10 હજાર દંડ પણ ફટકાર્યો છે.

(1:15 am IST)