Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ''ડાઉન ટુ અર્થ 'સ્વભાવની ઝલક :સોશ્યલ મીડિયામાં ઝડપથી વાયરલ

પ્લેનમાં રાહુલે પોતાના સહમુસાફરોના લગેજ વ્યવસ્થિત કર્યા;દિલ્હી-ગુવાહાટીની ફ્લાઈટમાં લેવાયેલ તસ્વીર અનેક લોકોએ કરી શેર

 

નવી દિલ્હી ;કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુબ મળતાવડા સ્વભાવના જોવા મળે છે અને તેઓના ડાઉન ટુ અર્થ સ્વભાવની ઝલક પણ વખતોવખત જોવા મળે છે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્લેનમાં પોતાના સહમુસાફરોની મદદ કરી રહ્યાં હોય તેવી તસ્વીર બહાર આવી છે અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઇ રહી છે. દિલ્હી-ગુવાહાટી ફ્લાઇટમાં લેવાયેલી તસવીરો અનેક લોકોએ ટ્વિટ અને શૅર કરી છે. તસવીરોમાં રાહુલ ગાંધી મુસાફરોના લગેજને વ્યવસ્થિત કરતા જોવા મળે છે.

   અનેક મુસાફરોએ રાહુલ ગાંધી સાથે તસવીરો લીધી હતી. દરમિયાન રાહુલ ગાંધીનો કૂલ અંદાજ પણ જોવા મળ્યો હતો. એક ટ્વિટર યુઝરે રાહુલ ગાંધીની તસવીરો પોસ્ટ કરતાં લખ્યું હતું કે,’ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સ્વભાવને દર્શાવે છે કે તેઓ કેટલા ડાઉન ટુ અર્થ છે.’ પ્રકારે અનેક લોકોએ ટ્વિટ કરીને રાહુલની મદદ કરવાની પ્રશંસા કરી છે. એક ટ્વિટર યુઝરે લખ્યું કે, ‘મેન વિથ ગોલ્ડન હાર્ટ

બીજી બાજુ અનેક તસવીરોમાં રાહુલ ગાંધી લોકો સાથે વાત કરતાં સમયે હસતાં જોવા મળે છે રાહુલ ગાંધી મંગળવારે મેઘાલયમાં અનેક કાર્યક્રમમાં સામેલ થવા માટે ગયા હતાં. તસવીરો પણ દિલ્હીથી ગુવાહાટીની યાત્રા દરમિયાન લેવામાં આવ્યાં છે.

(12:20 am IST)