Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

જજના વેતન વધારા બિલને રાષ્ટ્રપતિની મંજૂરી

હવે મુખ્ય ન્યાયધીશનો પગાર 2,80 લાખ થશે :સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જ્જોના વેતનમાં 200 ટકાથી વધુનો વધારો થશે

 

નવી દિલ્હી ;સરકારે જજના વેતન વધારવાનું બિલ રજૂ કર્યું હતું તેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે

 

 રાષ્ટ્રપતિએ સરકારના બિલને મંજૂરી આપી છે જેમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જજોના વેતનમાં અંદાજે ત્રણ ગણો વધારો થવાનો હતો બિલને સંસદમાં પાસ કરી દેવાયું હતું અને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલાવ્યું હતું

  રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે દેશના મુખ્ય ન્યાયધીશનો પગાર મહિને 2,80 લાખ થઇ જશે જે હાલમાં એક લાખ છે રીતે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટનાબીજા જજોના વેતનમાં પણ 200 ટકાથી વધુનો વધારો થશે

(11:35 pm IST)