Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

અમેરિકામાં સહુથી વધુ ટર્મ માટે લેજીસ્‍લેટર તરીકે ચૂંટાઇ આવવાનો વિક્રમ ઇન્‍ડિયન અમેરિકન શ્રી કુમાર બર્વેના નામે : મેરીલેન્‍ડમાં સતત ૭ ટર્મથી ચૂંટાઇ આવતા શ્રી કુમારએ ૮ મી ટર્મ માટે ઉમેદવારી નોંધાવી

મેરીલેન્‍ડ : યુ.એસ.માં સહુથી વધુ ટર્મ માટે લેજીસ્‍લેટર હોવાનો વિક્રમ ધરાવતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી કુમાર બર્વેએ મેરીલેન્‍ડ હાઉસ ઓફ ડેલિગેટસમાં ૮ મી ટર્મ માટે ઉમેદવારી નોંધાવી છે.

શ્રી કુમાર હાલમાં એન્‍વાયરમેન્‍ટ એન્‍ડ ટ્રાન્‍સપોર્ટેશન કમિટીના ચેરપર્સન છે. તેઓ ટ્રમ્‍પ શાસન દ્વારા અમલી બનાવાયેલ ઓફશોર ડ્રીલીંગથી મેરીલેન્‍ડના દરિયાકિનારાને બચાવવાના હેતુ સાથે ચૂંટણી લડવા માંગે છે. તેઓ ૧૯૯૧ ની સાલથી મેરીલેન્‍ડ હાઉસ ઓફ ડેલિગેટસમાં ચૂંટાતા આવે છે.

મેરીલેન્‍ડના દરેક ડીસ્‍ટ્રીકમાંથી ૩ ઉમેદવારોની પસંદગી હાઉસ ઓફ ડેલિગેટસમાં થાય છે. જે પૈકી ૧૭માં ડીસ્‍ટ્રીકટમાંથી અન્‍ય ર ડેમોક્રેટિક ઉમેદવારોની ટીમ સાથે તેઓ ચૂંટણી લડી રહ્યા છે.

(9:20 pm IST)