Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

હાર્દિક પટેલ કોપી પેસ્ટના ચક્કરમાં યુઝર્સની ઝપટે ચડ્યો

ટીવી જર્નાલિસ્ટની ટ્વિટ કોપી કરતા હાર્દિક થયો ટ્રોલ :જર્નાલિસ્ટએ પણ વાંધો ઉઠાવ્યો

નવી દિલ્હી :સોશ્યલ મીડિયામાં અગણિત કોમેન્ટ અને સ્ટેટ્સ અપડેટ થતા રહે છે અને યુઝર્સથી કંઇ જ છૂપું રહેતું નથી.તેમાંયે જો કંઈપણ ભૂલ થાય તો યુઝર્સ ટ્રોલ કરવા લાગતા હોય છે તેવામાં ગુજરાત પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ કોપી પેસ્ટના ચક્કરમાં યુઝર્સની ઝપટે ચડ્યો છે.

   હાર્દિક પટેલે એક ટીવી જર્નાલિસ્ટના ટ્વિટની કોપી કરતા ટ્રોલ થવા લાગ્યો હતો હાર્દિકે જે ટીવી જર્નલિસ્ટની ટ્વિટ કોપી કરી હતી તે પત્રકારે પણ વાંધો ઉઠાવ્યો હતો.હાર્દિક પટેલે 30 જાન્યુઆરીએ કરેલી ટ્વિટમાં શરૂથી અંત સુધી એક પત્રકારે કરેલી ટ્વિટ જ ચિપકાવી હતી. જ્યારે હાર્દિક પટેલ અને જર્નલિસ્ટની ટ્વિટ એકસરખી લાગી તો યુઝર્સે પણ આ કોપી પેસ્ટની ફીરકી લેવાનું શરૂ કર્યું હતું

  વાસ્તવમાં ટીવી ચેનલના એક રિપોર્ટરે કાસગંજ હિંસા ઘટના પર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું.એક તબક્કે જ્યારે રિપોર્ટિંગ પર તેમને ગાળો અને ધમકીઓ મળવા લાગી હતી ત્યારે આશુતોષે 29 જાન્યુઆરીના રોજ ટ્વિટ કરીને કહ્યું હતું કે,’ટ્વિટર પર ગાળો અને ધમકીઓ આપનારને એક સલાહ આપવા ઇચ્છું છું. નફરત સામે ઉભા રહેવાની હિમ્મત મને આ માટીમાંથી મળી છે. જ્યાં મેં જન્મ લીધો છે. સાચું તો બોલીશ જ ભલે મારે કોઇ પણ કિંમત ચૂકવવી પડે. ધમકીઓ અને ગાળોથી મારો અવાજ દબાશે નહીં.

   દરમિયાન ભાજપના દિલ્હીના એક પ્રવક્તા તેજિંદર પાલ બગ્ગાની નજર પડી તો તેણે પણ ફિરકી ઉતારતા ટ્વિટ કર્યું હતું કે,’એવું લાગે છે કે એક જ જગ્યા પરથી મેસેજ ડ્રાફ્ટ થઇ રહ્યાં છે.આ ઉપરાંત એક યુઝર્સ ટ્વિટ કરીને કહ્યું હતું કે ભણેલા છો તો પોતાની વાત કહો

(8:40 pm IST)