Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

શાહરૂખખાનનું અલીબાગ સ્થીત કરોડોની કિમતનું, સી-ફેસીંગ 'દેજા વું' ફાર્મ હાઉસ સીલ કરતું IT ડિપાર્ટમેન્ટ : બેનામી પ્રોપર્ટી એક્ટ હેઠળ થઈ કાર્યવાહી : ખેતીની જમીન હડપવાનો મુકાયો આરોપ

મુંબઇ : મહારાષ્ટ્રના અલીબાગ બીચ ઉપર આવેલ એકટર શાહરૂખખાનના ડેજા વી ફાર્મ્સ પ્રા.લી. ઉપર ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટએ એટેચમેન્ટ નોટીસ મોકલ્યાના ચોંકાવનારા સમાચારો જાણવા મળે છે.

પ્રોહીબિશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેકશન એકટ(PBPT) હેઠળ ડીસેં. ૨૦૧૭ માં મોકલાવાયેલી નોટીસ મુજબ એકટર શાહરૂખખાનની આ બેનામી જણાયેલી પ્રોપર્ટીની કિંમત ૧૪૬.૭ મિલીયન રૂપિયા (૧૪ કરોડ ૬૭ લાખ રૂપિયા) જેટલી થવા જાય છે. જો કે માર્કેટ વેલ્યુ તેનાથી પાંચ ગણી આંકવામાં આવે છે.

લકઝરી પ્રોપર્ટી ગણાતું આ ફાર્મ હાઉસ ૧૯૯૬૦ સ્કવેર મીટરમાં ફેલાયેલું છે. જેમાં સ્વિીમીંગ પુલ, બિચ, તેમજ પ્રાઇવેટ હેલીપેડ જેવી સુવિધાઓ છે.

આથી શાહરૂખખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ તથા કોલકતા નાઇટ રાઇડર્સના CEO ને  ઇમેલ મોકલવામાં આવ્યો હોવા છતાં ૨૪ જાન્યુ. સુધી તેનો કોઇ જવાબ મળ્યો નથી. તેવું જાણવા મળે છે.

ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ વર્તુળોના જણાવાયા મુજબ શાહરૂખખાને ખેતીના હેતુ માટે જમીન મેળવવા અરજી કરી હતી. પરંતુ ત્યાં એટલે કે અલીબાગ ખાતે વ્યકિતગત ઉપયોગ માટે ફાર્મ હાઉસ બનાવી નાખ્યુ હતું. તેથી આવું ટ્રાન્ઝેકશન બેનામી ટ્રાન્ઝેકશન એકટ સેકશન ર(૯) હેઠળ આવે છે કે જેમાં શાહરૂખખાનનું હિત સમાયેલું છે. આ ફાર્મ હાઉસ ધરાવતા ડેજા વી ફાર્મ્સને શાહરૂખખાને ૮૪.૫ મિલીયન રૂપિયા (૮ કરોડ ૪૫ લાખ રૂપિયા) ની બિનજામીનલાયક લોન આપેલી છે. તેમજ આ ફાર્મ હાઉસે તેમાંથી કોઇપણ જાતની ખેતીની આવક મેળવી હોવાનું નોંધાવ્યું નથી. અને આ કંપનીના ડીરેકટરો તરીકે શાહરૂખખાનના સાસુ, સસરા, તથા સાળી છે. આથી કંપની ઉપર શાહરૂખખાનનો આડકતરો કન્ટ્રોલ છે.

ડીસ્ટ્રીકટ કલેકટર શ્રી વિજય સુર્યવંશીના જણાવ્યા મુજબ આ પ્રોપર્ટી ''કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન'' ના ભંગ સમાન ગણાય. ફાઇનાન્સ મિનીસ્ટ્રીના જણાવ્યા મુજબ બેનામી જણાતી પ્રોપર્ટીઓ ઉપર આઇ.ટી. ડીપાર્ટમેન્ટ એટેચમેન્ટ લાવી શકે છે. જો બેનામી ટ્રાન્ઝેકશન થયાનું પૂરવાર થાય તો આરોપીને વધુમાં સાત વર્ષની જેલ સજા થઇ શકે છે. તથા પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુના ૨૫ ટકા જેટલો દંડ થઇ શકે છે. ૨૦૧૭ની સાલ દરમિયાન ડીપાર્ટમેન્ટએ આવી ૨૪ બેનામી પ્રોપર્ટીઓ ઉપર નોટીસ મોકલી તપાસ શરૂ કરી  છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(8:28 pm IST)