Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

પાકિસ્તાન ફરી એકવાર થયું બેનકાબ...

કાબુલની ઇન્ટરકોન્ટીનેન્ટલ હોટલ પર હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં રચાયું હતું : આ આતંકી હુમલામાં ૩૦ના મોત થયા હતા

કબુલ : 10 દિવસ પહેલાં કાબુલની ઇન્ટરકોન્ટીનેન્ટલ હોટલ પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં ૩૦ લોકોના મોત થયા હતા. યુનાઇટેડ નેશન્સમાં અફઘાનિસ્તાનના પાર્લામેન્ટ રિપ્રેઝન્ટેટિવ મોહમદ સાઈકાલે આરોપ લગાવ્યા મુજબ કાબુલ હોટલ હુમલાનું કાવત્રુ પાકિસ્તાનના એક મદરેસામાં રચવામાં આવ્યું હતું.

ઉપરાંત એક આતંકીના પિતાએ સુરક્ષા એજન્સીઓની પૂછપરછ દરમિયાન કબુલ્યું હતું કે પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISIએ કાબુલ હુમલાની ટ્રેનિંગ આતંકીઓને આપી હતી. આ રીતે પાકિસ્તાન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે બેનકાબ થઈ ગયું છે.

(8:03 pm IST)