Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

પાકના સમર્થકોએ ચંદનની ક્રૂર હત્યા કરી છે : કટિયાર

વિસ્ફોટક સ્થિતિ વચ્ચે વિનય કટિયારનું નિવેદન : કાસગંજમાં પાકના લોકો આવી ગયા છે તેમજ આ લોકો રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કરી રહ્યા નથી : કટિયારનો આક્ષેપ

લખનૌ, તા. ૩૦ : પ્રજાસત્તાક દિવસના પ્રસંગે કાસગંજમાં થયેલી સાંપ્રદાયિક હિંસા બાદ જિલ્લામાં વિસ્ફોટક સ્થિતિ બનેલી છે. વિસ્ફોટક સ્થિતિ વચ્ચે નેતાઓના નિવેદનથી સ્થિતિ વણસી રહી છે. ભાજપના રાજ્યસભાના સાંસદ વિનય કટિયારે આજે વિવાદાસ્પદ નિવેદન કરીને વધુ ચર્ચા જગાવી હતી. પાકિસ્તાન સમર્થક લોકો ચંદનની હત્યામાં સામેલ રહ્યા હોવાનો આક્ષેપ વિનય કટિયારે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કાસગંજમાં જે કંઇપણ થયું છે તે દુખદ છે. ત્યાં વહેલીતકે કોઇ તંગદિલી ફેલાતી નથી. આ વિસ્તારમાં હવે પાકિસ્તાની લોકો પહોંચી ગયા છે. આ લોકો રાષ્ટ્રીય ધ્વજને સ્વિકાર કરી રહ્યા નથી. આ લોકો પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહ્યા છે. તમામ સામે કાર્યવાહી થશે. સમગ્ર મામલાને હાથ ધરવા યોગી સરકાર તરફથી કરવામાં આવી રહેલી કાર્યવાહીની પ્રશંસા કરતા કટિયારે કહ્યું હતું કે, સરકાર કઠોર પગલા લઇ રહી છે. હજુ વધારે

પગલા લઇ રહી છે. ઉત્તર પ્રદેશ સરકાર કઠોર પગલા લઇ રહી છે. દરમિયાન ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતા અને યોગી સરકારના મંત્રી સૂર્યપ્રતાપ શાહીએ સાંપ્રદાયિક રમખાણોને નાનકડી ઘટના તરીકે ગણાવીને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, કાસગંજમાં એક નાનકડી ઘટના બની છે જેમાં બે લોકોની સાથે અકસ્માત સર્જાયો છે. સરકાર ગંભીર છે કાર્યવાહી કરી રહી છે.

(7:53 pm IST)