Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

દિકરાની લાલચમાં ભારતમાં જન્મી ર.૧ કરોડ 'અનિચ્છનિય' દિકરીઓ

આર્થિક સર્વેક્ષણ ર૦૧૭-૧૮માં કરાયો ઉલ્લેખઃ ૬.૩ કરોડ સ્ત્રીભૃણ હત્યા થઇ

નવી દિલ્હી તા. ૩૦: એક દિકરાની લાલચમાં દેશમાં ર.૧ કરોડ અનિચ્છનીય દિકરીઓનો જન્મ થયો. આર્થિક સર્વેક્ષણ ર૦૧૭-૧૮માં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો. સર્વેક્ષણ મુજબ આ અંદાજીત આંકડો એ દિકરીઓનો છે. જે દિકરાની લાલચમાં જન્મેલી છે. અથોવા તો જયારે અભિભાવકોએ પોતાની ઇચ્છા મુજબ દિકરાની સંખ્યા થવા બાળકોના જન્મ ઇચ્છતા નહોતા એટલું જ નહિં ૬.૩ કરોડ 'ગાયબ' દિકરીઓના આંકડા પણ ઇકોનોમિક સર્વેમાં દર્શાવવામાં આવ્યો છે. કહેવાનો અર્થ છે કે ગર્ભમાં દિકરી હોવાના કારણે ૬.૩ કરોડ ભૃણોની હત્યા કરવામાં આવી છે દર વર્ષે અંદાજે ર૦ ાલખ આવી દિકરીઓ ગાયબ થઇ જાય છે. ઇકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે દેશના કૃષિ-ગેરકૃષિ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધારવાની જરૂરીયાત છે.

તેમાં મંતવ્ય આપવામાં આવ્યા છે કે દેશને લૈંગિક સમાનતા અને મહિલાઓના સશકિતકરણ અંગે પ્રયત્નો કરવા જોઇએ. જેનાથી લૈંગિક પરિણામોની દૃષ્ટિએ પણ ભારતની રેકિંગમાં સુધારો થઇ શકે સર્વેક્ષણ મુજબ લૈંગિક પરિણામોના ખરાબ હોવાની પાછળ સમાજના વિચાર દિકરાને વધુ પસંદ કરવાના કારણે 'ગાયબ' મહિલાઓ તેમજ અનિચ્છિત દિકરીઓ જેવા કારણે ભારતીય સમાજે આ પ્રકારના વલણને બદલવાનો નિશ્ચય કરવો જોઇએ. (૭.૩૯)

(4:11 pm IST)