Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ફ્રાંસમાં ભયંકર પૂર : પેરીસ સહિત 240 શહેરોને માઠી અસર : સેઈન નદી બની છે ગાંડીતુર : અનેક મકાનો પાણીમાં ગરકાવ : ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

પેરીસ : ફ્રાંસમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. જેના કારણે પેરિસમાંથી નીકળતી સેઈન નદીના પાણીનું લેવલ 20 ફૂટ જેટલું વધી ગયું છે. વર્ષ 1910 પછી પહેલી વખત પેરિસમાં ભાયનાક પૂરની  આવી સ્થિતિ જોવા મળી રહી છે. પેરિસના સૌથી વધુ વ્યસ્ત 7 રેલવે સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત પેરિસના 11 વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અતીભારે વરસાદના કારણ પેરિસ અને તેની આસપાસ આવેલા 240 શહેરમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. પૂરની સ્થિતિ વચ્ચે અનેક મકાનો પાણીમાં ગરકાવ થયા છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને 1500થી વધારે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પેરિસમાં છેલ્લા 20 વર્ષમાં, આ નવમી વખત પૂર આવ્યું છે. 

(3:16 pm IST)