Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

સીલિંગ ચર્ચા પર બબાલ : BJP-AAPના નેતાઓ બાખડ્યા

ભાજપા નેતા કેજરીવાલના ઘરની બહાર જ દ્યરણા પર બેસી ગયા છે

નવી દિલ્હી તા.૩૦ : દિલ્હીમાં સીલિંગના મુદ્દા પર ચર્ચા માટે મંગળવારના રોજ સવારે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી (આપ)ના નેતા સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે મીટિંગ કરવા પહોંચ્યા હતા. આ વિવાદને ઉકેલવાની વાત ચાલી રહી હતી કે અચાનક બંને પક્ષોની વચ્ચે વાત બગડી અને હવે ભાજપા નેતા કેજરીવાલના ઘરની બહાર જ ઘરણા પર બેસી ગયા છે. આ નેતાઓમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી સહિત સાંસદ રમેશ બિધુડી, પ્રવેશ વર્મા, અને ધારાસભ્યો સહિત બે મેયર પણ સામેલ છે.

 

મનોજ તિવારીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ એ વાતચીત માટે ભારે ભીડ એકઠી કરી લીધી અને તેઓ વાતચીતને લઇ ગંભીર નથી. ત્યાં કેજરીવાલ એ પલટવાર કરતાં કહ્યું કે આ મુદ્દાનું સમાધાન કેન્દ્રના પ્રતિનિધિ ગવર્નર જ કરી શકે છે. તેમણે કહ્યું કે તેમની પાસે ૪ ફાઇલો છે, જેના પર તેઓ સહી કરી રહ્યાં નથી. કેજરીવાલ એ કહ્યું કે કેન્દ્ર સરકાર તેના પર અધ્યાદેશ પણ લાવી શકે છે.

અરવિંદ કેજરીવાલ એ વાતચીત તૂટયા બાદ કહ્યું કે ગઇકાલે અમારી પાસે વિજેન્દ્ર ગુપ્તાની ચિઠ્ઠી આવી હતી કે અમે લોકો મળવા માંગીએ છીએ. મને ખૂબ જ ખુશી થઇ કે અમે આના પર વાતચીત કરીશું અને પોત-પોતાના દાયરામાં પગલાં ઉઠાવા પર સહમતિ બનશે. જો બંને પાર્ટીઓ યોગ્ય રીતે વાત કરી લેત તો આ મિસાલ બની જાત. હવે મને દુઃખ છે કે તે લોકો જતા રહ્યા. તેઓ એકલામાં વાત કરવા માંગતા હતા. ખુલ્લામાં વાત કરવાની અપીલને તેમણે સાંભળી નહીં. કેજરીવાલ એ પણ કહ્યું કે આ સપ્તાહ સુધી એલજી એકશન નહીં લેત તો અમે અસ્થાયી પ્રતિબંધ માટે સુપ્રીમ કોર્ટ સુધી જઇશું.

ભાજપા નેતા મનોજ તિવારીએ કહ્યું કે અમે હોબાળો કરવા માંગતા નહોતા. આથી અમે ૨૦ લોકોના નામ આપ્યા હતા કે અમે મળવા માંગીએ છીએ. અમે બોલવાનું શરૂ કર્યું તો તેમના ધારાસભ્યો ઉભા થઇને કહેવા લાગ્યા કે તમે અહીં ભાષણ ના આપો. અપરિપકવતા અરવિંદ કેજરીવાલ એ દેખાડી છે. તેમણે ૧૫૦ લોકોને બોલાવાની શું જરૂર હતી. દિલ્હીના પ્રદેશ અધ્યક્ષનું 'આપ'એ અપમાન કર્યું છે.

૨૦૦૬માં શીલા દીક્ષિત સરકારના કાર્યકાળમાં દિલ્હીમાં સીલિંગ શરૂ થઇ હતી. તેના અંતર્ગત માસ્ટર પ્લાન ૨૦૨૧ માટે રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ ગતિવિધિઓ પર પ્રતિબંધની જોગવાઇ છે. તેમાં કન્વર્ઝનનો પણ પ્રસ્તાવ હતો, તેના અંતર્ગત એવી જગ્યાઓ માટે કન્વર્ઝન ફી જમા કરાવીને લેન્ડ યુઝ બદલાવી શકાય છે. તેના પર વેપારીઓનો વિરોધ છે કે તેમની જમાયેલી દુકાનો ખત્મ કરાઇ રહી છે. તેઓ કન્વર્ઝન ચાર્જ વધુ હોવાથી લઇને પણ આપત્ત્િ। વ્યકત કરી રહ્યાં છે.(૨૩.૯)

(3:03 pm IST)