Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

કોંગ્રેસમાં ધડબડાટી...

વિધાનસભા ચૂંટણી પહેલાજ મેઘાલયમાં નારાજ 115 કોંગ્રેસી સભ્યોનું રાજીનામું

નવી દિલ્હી : મેઘાલયમાં વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. કોંગ્રેસે ઉમેદવારી યાદી જાહેર કર્યા બાદ કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. આજે રાહુલ ગાંધી મેઘાલયમાં ચૂંટણી પ્રચાર કરવાના છે. દક્ષિણ ગારો હિલ્સ જિલ્લાની ચોકપોટ વિધાનસભા બેઠકમાંથી 100 કાર્યકરો અને રી ભોઇ જિલ્લાની જિરાંગ વિધાનસભા બેઠકના 15 કાર્યકરોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનારા આ બધા સભ્યો ભાજપમાં જોડાવાની અથવાતો નવો પક્ષ રચવાના હોવાની ભારે ચર્ચાઓ જાગી છે.

(2:54 pm IST)