Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

બજેટમાં મોટાપાયે સુધારા બેંકિંગ ક્ષેત્રે કરી શકાય છે

ધિરાણદારોને રાહત મળે તેવા પગલા લેવાશે : જાહેર ક્ષેત્રની બેંક માટે રાહતજનક પગલાઓ લેવાઇ શકે

નવી દિલ્હી,તા. ૩૦ : પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ થનાર વર્ષ ૨૦૧૮-૧૯ માટેના સામાન્ય બજેટમાં જેટલી બેંકિંગ સેક્ટર માટે પણ ઘણા બધા પગલાની જાહેરાતકરી શકે છે. જેના ભાગરુપે જાહેર ક્ષેત્રના ધિરાણ આપનાર માટે  વધુ રાહત મળી શકે છે.સાથે સાથે ક્રેડિટ ગ્રોથને વધારવા માટે વધારાની મૂડી બેંકિંગ સેક્ટરમાં ઠાલવવામાં આવી શકે છે. ૧૭ જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી ક્ષેત્રની બેંકો અને વિદેશી બેંકોનું પ્રતિનિધિત્વ કરનાર લોકોને આવરી લઇને કરવામાં આવેલા ફિક્કી-આઈબીએ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, બાવન ટકા લોકો માને છે કે, ક્રેડિટ ડિમાન્ડને વધારવા માટે બજેટમાં પગલા જાહેર કરવામાં આવી શકે છે. નોટબંધી બાદ રોકડ કટોકટી ઉભી થઇ હતી જેના પરિણામ સ્વરુપે વપરાશમાં ઘટાડો થયો હતો. આ વખતે ક્રેડિટ ડિમાન્ડમાં વધારો કરવામાં આવી શકે છે જેના લીધે આર્થિક પ્રવૃત્તિઓમાં તેજી આવી શકે છે. અગાઉના સર્વેમાં જાણવા મળ્યું હતું કે, નોટબંધી બાદ સરકાર દ્વારા નવા પાસા પર વિચારણા કરવામાં આવી રહી છે. બેઝલ-૩ ધારાધોરણ હેઠળ મૂડી જરૂરિયાતોનો પહોંચી વળવામાં આનાથી મદદ મળશે બજેટમાં બેંકોને વપરાશ માંગ વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવી શકે છે. કોર્પોરેટમાં ઘટાડા મારફતે રોકાણમાં વધારો પણ કરવામાં આવી શકે છે. બેકિંગ સેક્ટરમાં નવા પ્રાણ ફુંકવા માટે છેલ્લા કેટલાક સમયથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છેચ. જંગી નાણાં પણ બેકિંગમાં ઠાલવી દેવાની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી ચુકી છે. હાલમાં તમામ જાહેર ક્ષેત્રની બેકોને જંગી નાણાં આપવાની જાહેરાત કરાઇ હતી.

 

(12:37 pm IST)