Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

મુંબઈ એરેપોર્ટ પરથી 4 કરોડની કિંમતના 15 સોનાના બિસ્કિટ સાથે એક શખ્શ ઝડપાયો : છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરેપોર્ટ પર કસ્ટમ વિભાગે ઝડપી લીધો : ઝડપાયેલા શખ્શ પાસે કોરિયાનો પાસપોર્ટ : હોંગકોંગથી મુંબઈ આવ્યો છે : પૂછપરછ શરૂ

મુંબઇ તા. ૩૦ : મુંબઈ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે ૧૫ કિલો સોના સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી ૧૫ કિલો સોનું હોંગકોંગથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે. કોરિયન નાગરિક કિમ્યૂનશજગે સોનું છૂપાવવા માટે ખાસ એક જેકેટ સિવડાવ્યું હતું. જેમાં ૧-૧ કિલો સોનાના ૧૫ બિસ્કીલ છૂપાવીને રાખ્યા હતા.ઝડપાયેલા સોનાની કિંમત ૪.૧૫ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ઝડપાયેલો શખ્સ હોંગકોંગથી કેથી પેસિફિક ફલાઈટ નંબર CX663 દ્વારા મુંબઈ આવ્યો હતો. ત્યારે કસ્ટમ વિભાગે આરોપી સોનું કોના કહેવા પર લાવ્યો હતો અને કોને આપવા માટે આવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.(૨૧.૯)

(11:58 am IST)