Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

લુખ્ખાઓએ રાતે એકલા ઘરે જતી ન્યુઝ એન્કરનો કર્યો પીછો

મહિલા સુરક્ષાના દાવાની પોકળતા રજૂ કરતો કિસ્સો

આગ્રા તા. ૩૦ : ઉત્ત્।રપ્રદેશના આગ્રા ખાતે રવિવારે મોડી રાતે જાણીતી ચેનલમાં નોકરી કરતી ન્યુઝ એન્કર દામિનિ માહૌર પોતાની ઓફિસથી ઘરે જતી હતી. ત્યારે નશામાં ધૂત બે લુખ્ખાઓએ તેનો પીછો કર્યો હતો. દામિનિએ દાવો કર્યો છે કે તેણે મહિલાઓ માટે ખાસ શરુ કરાયેલ હેલ્પલાઇન નંબર ૧૦૯૦ પર ફોન કર્યો હતો અને મદદ માગી હતી. જોકે કોઈ મદદ મળી નહોતી.

 

દામિનિએ આ ઘટનાને ભયાનક ગણાવીને પોતાના ફેસબુક આઇડી પર તેનું સમગ્ર વિવરણ કર્યું છે. ન્યુઝ એન્કર સાથે બનેલી આ ઘટનાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

દામિનિએ પોતની પોસ્ટમાં લખ્યું કે, '૨૫ જાન્યુઆરીની રાતે લગભગ ૮ વાગ્યે હું ભગવાન ટોકિઝથી એમજી રોડ તરફ જઈ રહી હતી. ભગવાન ટોકિઝથી નશામાં ધૂત બે યુવક મારી સામે અભદ્ર ઇશારા કરતા મારો પીછો કરવા લાગ્યા હતા.'

'થોડીવાર તો મે તેમના તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહોતું. સુરસદન પહોંચીને મે પોતનો રસ્તો પણ બદલી લીધો હતો. પરંતુ તેઓ અહીં પણ મારી પાછળ પાછળ આવતા હતા. આ ઘટનાથી હું એટલી ડરી ગઈ હતી કે મે તેમની નંબર પ્લેટનો ફોટો લેવા પ્રયાસ કર્યો હતો. ત્યારે પાછળ બેઠેલા છોકરાએ કહ્યું કે નંબર પ્લેટ ખોટી છે.'

'આ લોકો રસ્તા વચ્ચે કોઈ જાતના ડર વગર મારી છેડતી કરતા હતા. તે જોઈને મને પણ ખૂબ ડર લાગ્યો હતો. મે ૧૦૯૦ સરકારીની ખાસ મહિલાઓ માટેની હેલ્પલાઇન પર કોલ કર્યો પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી.'

'જયારે મે છેવટે પોલીસ ફરીયાદ માટે તેમના ફોટો લેવાનો પ્રયાસ કર્યો તો યુવકોને જાણે કોઈ ડર જ ન હોય તેમ મારી સામે જુદા જુદા પોઝ આપતો હતો. આ રાત મારા માટે ખૂજ જ ભયાનક હતી.'

તેણે કહ્યું કે '૧૦૯૦ પર ફોન કરી ઘટના અંગે જાણકારી આપ્યા છતા મારી કોઈ મદદ નહોતી કરવામાં આવી. પરંતુ જયારે મે આ ઘટના અંગે ફેસબુક પર લખ્યું અને લોકોએ તેને મુદ્દો બનાવ્યો ત્યારે ૧૦૯૦ના અધિકારીઓએ ફોન કરી ફરજ ચૂક અંગે માફી માગી હતી.'આ અંગે ૧૦૯૦ના પ્રભારી આઈજી નવનીત સિકોરાએ કહ્યું કે, 'અમે દામિની સાથે બનેલી આ લાપરવાહીની ઘટના અંગે માફી માગી છે અને જે અધિકારીઓએ ફરજમાં બેદરકારી આચરી હતી. તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમારી પાસે દર વર્ષે ૧૦ લાખ કેસ આવે છે ત્યારે બેજવાબદારીઓ આ કિસ્સો ખૂબ દુર્લભ છે.'

આ દરમિયાન દામિનીની FRIના આધારે પોલીસે તેનો પીછો કરનારા બે લોકોને સોમવારે સાંજે પકડી પાડ્યા હતા. તેમની સામે IPC કલમ 354D અંતર્ગત ગુનો નોંધી જેલમાં મોકલી દીધા હતા. IPS શ્લોક કુમારે કહ્યું કે, 'બંને આરોપીની ઓળખ ઉબેદુલ્લાહ અને સબાહુદ્દીન તરીકે થઈ છે. પોલીસે તેમના વેહીકલ પણ જપ્ત કરી લીધા છે.'(૨૧.૧૦)

(11:33 am IST)