Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

રૂ.૧૦ની નવી નોટ માર્કેટમાં દેખાઇ ખરી...

નોટબંધી પછી કેન્દ્ર સરકારે વિવિધ નવી ચલણી નોટો બહાર પાડી છે. રૂપિયા ૧૦ની નવી નોટની ડિઝાઇન તથા કલરે ઘણું આકર્ષણ જમાવ્યું હતું અને આ નોટની તસ્વીર મોબાઇલમાં વોટ્સએપ પર ઘણા સમયથી ફરતી થઇ હતી. અલબત્ત બેન્કોમાંથી નવી નોટો મળતી નહોતી. આખરે આ નવી નોટો પણ બજારમાં આવવા લાગી છે. જૂની નોટ કરતાં થોડી નાની સાઇઝની આ નોટ બાળકોના રમવાની ચલણી નોટ જેવી લાગી રહી છે, એવા પ્રતિભાવ લોકોમાં જોવા મળી રહ્યા છે.(૧.૨)

 

(11:32 am IST)