Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

...તો આ વર્ષે એક સાથે થશે લોકસભા - વિધાનસભાની ચૂંટણી?

નરેન્દ્રભાઇનું સપનું પૂર્ણ થઇ શકશે?

નવી દિલ્હી તા. ૩૦ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ દ્વારા હાલના દિવસમાં ઘણી વખથ સામાન્ય ચૂંટણી અને વિધાનસભા એક સાથે કરવવાની અપીલ પછી સોમવારે બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ રીતે સરકારે પોતાના વિચારને ફરી એક વખત ગંભીરતાથી રજૂ કર્યો. આ સાથે જ રાજકીય અટકળો શરુ થઈ ગઈ છે કે આના માટે દેશ તૈયાર છે? શું તે સ્થિતિ. સૂત્રો કહે છે કે વર્ષના અંતમાં સામાન્ય ચૂંટણીના ૬ મહિના પહેલા કરાવવાની કોશિશ થાય તો આવી સ્થિતિ ઉભી થઈ શકે છે કે દેશમાં એક સાથે ચૂંટણી થઈ શકે. સરકારી સૂત્રો મુજબ, સરકારની ઈચ્છા એવી નથી કે એક સાથે આ વર્ષના અંતમાં ચૂંટણી થાય પણ જો અડધાથી વધુ દેશમાં ચૂંટણી એક સાથે થાય તો ૨૦૧૩ સુધીમાં આખા દેશમાં ફરી એક દેશ, એક ચૂંટણીનો દોર શરુ થઈ શકે. સોમવારે આ ચર્ચામાં કોંગ્રેસ પણ કૂદી પડી અને કહ્યું કે સરકાર સમય પહેલા ચૂંટણી કરાવી શકે છે.

 

વર્ષ ૨૦૧૮ના અંતમાં જો સામાન્ય ચૂંટણીની જાહેરાત સાથે રાજયોની વિધાનસભા ચૂંટણી કરાવવાની પહેલી થઈ તો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી થઈ શકે છે. તેમની ટર્મ પૂર્ણ થઈ રહી છે.

નીતિશ કુમાર સતત કહે છે કે તેઓ લોકસભા ચૂંટણી સાથે બિહારમાં વિધાનસભા ચૂંટણી કરાવવા માટે તૈયાર છે. સૂત્રો મુજબ નીતિશ કુમાર તેના માટે તૈયાર પણ કરી રહ્યા છે.

શિવસેના સાથે સતત ટકરાવ વચ્ચે રાજયમાં CM દેવેન્દ્ર ફડણવીસે પણ સંકેત આપ્યા છે કે તેઓ વર્ષના અંતમાં ચૂંટણી માટે તૈયાર છે. ઓડિશાની ટર્મ ૨૦૧૯માં મે-જૂનમાં પૂર્ણ થઈ રહી છે પણ નવીન પટનાયક એ મુદ્દાને સાફ કરી દીધો છે કે જો ૬ મહિના પહેલા ચૂંટણી કરાવવાનું કહેવામાં આવે તો તેઓ તૈયાર છે.

ચંદ્રબાબુ નાયડુએ પણ તેના માટે લીલી ઝંડી આપી દીધી છે. તેમની ટર્મ પણ ૨૦૧૯માં મેમાં પૂર્ણ થઈ રહી છે.

એક સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણણી કરાવવા માટે સૌથી પહેલા સહમતિ આપવામાં ટીઆરએસ નેતા પણ જોડાયેલા છે. તેમની ટર્મથી ૬ મહિના પહેલા ચૂંટણી કરાવવી મુશ્કેલ નહીં હોય.

તમિલનાડુમાં પણ રાજકીય અસ્થિરતા અને તમામ પક્ષોની જલદી ચૂંટણીની માંગ થઈ રહી છે. સરકાર પણ અહીં અલ્પમતમાં છે. એવામાં અહીં લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણી કરાવવાનો વિકલ્પ ખુલ્લો છે.

અહીં પણ હાલ વિધાનસભાનું ટર્મ ૨૦૧૯માં પૂર્ણ થઈ રહ્યું છે. એવામાં અહીં વર્ષના અંતમાં ચૂંટણી કરાવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે.

આ વર્ષમાં ઓકટોબરના પહેલા થનારી ચૂંટણીમાં ૪ રાજયો- કર્ણાટક, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયનો સમાવેશ થાય છે. જેમની ચૂંટણી ૨૦૧૩માં ૬ મહિના અગાઉ કરવામાં આવી શકે છે જેથી આ રાજયો ચૂંટણીમાં સાથે થઈ શકે.

એક સાથે ચૂંટણી માટે જવાબદારી ચૂંટણી પંચ પર હશે અને પંચે પણ આ ચર્ચામાં કૂદીને પાછલા દિવસોમાં સંકેત આપ્યા હતા કે તેઓ વર્ષના અંતમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે તૈયાર રહેશે. ચૂંટણી પંચે કહ્યું હતું કે ૨૦૧૮ સપ્ટેમ્બર પછી તેઓ સાથે ચૂંટણી કરાવવા માટે તૈયાર રહેશે. ચૂંટણી પંચે કહ્યું હતું કે ૨૦૧૮ સપ્ટેમ્બર પછી તેઓ સાથે ચૂંટણી કરાવવા માટે તૈયાર છે. પણ સરકારની કોશિશને સફળ બનાવવા માટે રાજકીય સહમતિની પણ જરુર પડશે જે એટલી સરળ નથી.(૨૧.૯)

(10:59 am IST)