Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

જીનત અમાને બિઝનેસમેન ઉપર પીછો કરવાનો-ધમકાવવાની ફરિયાદ નોંધાવી

૬૮ વર્ષની જીનત પહોંચી પોલીસ સ્ટેશનઃ આરોપી અશ્લીલ મેસેજ પણ મોકલતો હોવાનો આરોપ

મુંબઇ તા.૩૦ : વિતેલા જમાનાની બોલીવુડની જાણીતી અભિનેત્રી જીનત અમાન (ઉ.વ.૬૮)એ મુંબઇના એક બિઝનેસમેન ઉપર પીછો કરવા અને ધમકાવાનો આરોપ મુકયો છે. જીનતે મુંબઇના જુહુ પોલીસ સ્ટેશનમાં આરોપી બિઝનેસમેન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી હાલ લાપત્તા છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર મુંબઇના બિઝનેસમેન સરફરાઝ ઉર્ફ અમન ખન્ના (૩૮) જીનત અમાનનો ઘણા દિવસોથી પીછો કરતો હતો. આરોપી જીનત અમાનને વોટસએેપ ઉપર અશ્લીલ મેસેજ પણ મોકલતો હતો. બે દિવસ પહેલા તેણે જીનતના ઘરમાં ઘુસીને ગેરવર્તન કર્યુ હતુ અને સિકયુરીટી ગાર્ડને માર પણ માર્યો હતો.

આરોપીએ જીનતને જોઇ લેવાની પણ ધમકી આપી હતી. પોલીસે સરફરાઝ વિરૂધ્ધ પીછો કરવા ૩પ૪ ડી અને મહિલાને સરેઆમ ધમકાવવા અંગે પ૦૯ આઇટી એકટ હેઠળ કેસ નોંધ્યો છે. આ અંગે તપાસ પણ શરૂ થઇ છે.

જાણવા મળે છે કે આરોપી સરફરાઝ એક સમયે ફિલ્મ મેકર હતો. કેટલાક લોકોનું કહેવુ છે કે રિયલ એસ્ટેટમાં પણ તે સક્રિય છે. કેટલાક લોકોનું કહેવુ છે કે સરફરાઝ માનસિક રીતે અસ્વસ્થ છે અને તેની વિરૂધ્ધ અનેક કેસ નોંધાયેલા છે.(૩-૩)

(10:13 am IST)