Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

નફફટ ચીન ભારત સાથે વાતચીત કરવા તૈયારઃ CPECને લઇ નરમ વલણ

નવી દિલ્હી તા. ૩૦ : લાંબા સમયથી કેટલીક બાબતો પર જડ વલણ ધરાવનાર ચીન હવે નરમ પડતું દેખાઇ રહ્યું છે. ચીને ૫૦ અબજનાં ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) પર ભારત સાથે વિવાદ ખતમ કરવાની પહેલ કરી છે.

ચીનનાં વિદેશ પ્રવકતા ચુનિંગે જણાવ્યું કે સીપીઇસીને લઇ ભારત સાથે સંવાદ દ્વારા આની પર ઉઠેલા વિવાદનું અમે નિરાકરણ લાવવા ઇચ્છીએ છીએ. ચીન સંવાદનાં વાતાવરણને બનાવી રાખવા માગે છે અને એવું ના થવું જોઇએ કે આ મુદ્દાનાં કારણોસર બંને દેશોનાં સંબંધ પર કંઇ ફરક પડે.

બંને દેશોની વચ્ચે અનેક મુદ્દાઓ પર હાલ પૂરજોશમાં ચર્ચા ચાલી રહી છે પરંતુ એકબીજાની સમજણને લઇ આ મામલાને હલ કરી શકાય છે. અમે ભારત સાથે કામ કરવા ઇચ્છીએ છીએ અને સંવાદ પણ કરવા ઇચ્છીએ છીએ કે જેનાંથી કંઇ પણ નિરાકરણ આવી શકે.

ચીની પ્રવકતાએ જણાવ્યું કે સીપીઇસી એક ઇકોનોમિક કોર્પોરેશન પ્રોજેકટ છે અને આ કોઇ અન્ય ત્રીજી પાર્ટીને નિશાન નથી બનાવતી. અમને આશા છે કે ભારતીય પક્ષ આ વાતને જરૂરથી સમજશે.(૨૧.૮)

(11:55 am IST)