Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

હરિયાણાઃ આશ્રમમાં બે યુવકો ગાય સાથે ગંદી હરકત કરતા પકડાયા

આશ્રમ સંચાલકની પત્ની બંનેની ગંદી હરકત જોઇ ગઇ

હિસાર તા. ૩૦ : હરિયાણાની એક ગૌશાળામાં ગાયની સાથે કુકર્મ કરવાના આરોપમાં બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપી નોકરી માટે અહીં આવ્યા હતા અને આશ્રમમાં ભાડે રહેતા હતા.

મામલો ગત ૨૭મી જાન્યુઆરીનો છે. રાત્રે લગભગ દોઢ વાગ્યે આશ્રમ સંચાલકની પત્ની આ આરોપીઓને ગાય સાથે ગંદી હરકત કરતા જોઈ ગઈ અને તેણે બૂમો પાડી લોકોને ભેગા કર્યા. લોકોએ પોલીસને જાણ કરી અને બંને યુવકોને પકડીને આશ્રમના એક રૂમમાં બંધ કરી દીધા. પોલીસે બંને યુવકોની જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને તેમના અને ગાયના સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, સરાય ઔરંગાબાદ સ્થિત સતનામ શિવગુરુ શકિત મિશન આશ્રમમાં ગાય સાથે કુકર્મની જાણ થઈ હતી. પોલીસે આરોપીઓને પકડવા ઉપરાંત ગામ લોકોની ફરિયાદ પર આશ્રમની પણ તલાશી લીધી. ગામ લોકોનું કહેવું હતું કે, આશ્રમમાં એક ગુફા પણ બનાવાઈ છે. જોકે, આશ્રમ સંચાલક રોહતાશે તેનો ઈનકાર કર્યો અને ગુફા નહીં પણ તે પાણીની ટાંકી હોવાનું જણાવ્યું. રોહતાશે પોલીસને જણાવ્યું કે, આશ્રમનો ખર્ચ કાઢવા માટે તેના ૧૫ રૂમ ભાડે આપવામાં આવ્યા છે. રોહતાશની પત્નીએ આરોપી યુવકોને ગાયની સાથે કુકર્મ કરતા જોયા હતા.

પોલીસ મુજબ, પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ સ્પષ્ટ જવાબ આપતા ન હતા, બંને પોલીસને થાપ આપી નાસી જવા ઈચ્છતા હતા. પોલીસે જણાવ્યું કે, બંને આરોપીઓની ઓળખ મેરઠના આબિદ અને મુઝફફરનગરના નદીમ તરીકે થઈ છે.

પોલીસ તેમનો જૂનો રેકોર્ડ પણ તપાસી રહી છે. પોલીસને આરોપીઓ પાસેથી કેટલીક વાંધાજનક વસ્તુઓ પણ મળી છે. ઘટના બાદ વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માગ છે કે, આશ્રમમાં રહેતા દરેક વ્યકિતનું પોલીસ વેરિફિકેશ કરાવવું જોઈએ.(૨૧.૭)

(9:57 am IST)