Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

પદ્માવત ફિલ્મનો વિદેશમાં પણ વિરોધ : મલેશિયામાં રિલીઝ અટકાવાઈ

મુઘલ શાસક અલાઉદ્દીન ખીલજીનું પાત્ર નકારાત્મક દર્શાવાતા મલેશિયાવાસીઓ ભારે નારાજ

 

નવી દિલ્હી ;પદ્માવત ફિલ્મનો દેશના જુદા જુદા રાજ્યોમાં ભારે વિરોધ થયો હતો અને વિરોધ વચ્ચે રિલીઝ થયેલી ફિલ્મનો હવે વિદેશમાં પણ વિરોધ થઇ રહયો છે સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતને લઈને ફરી વિવાદ થયો છે

    મલેશિયાના નેશનલ ફિલ્મ સેંસરશિપ બોર્ડે ફિલ્મ પદ્માવતની રિલીઝ અટકાવી દીધી છે. મલેશિયા મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. ફિલ્મમાં મુઘલ શાસક અલાઉદ્દીન ખીલજીનું પાત્ર નકારાત્મક દર્શાવવામાં આવતા મલેશિયાવાસીઓ ભારે નારાજ છે.

    મલેશિયાન સેંન્સર બોર્ડના ચીફ મોહમ્મદ જમ્બેરી અબ્દુલ અઝીઝે નિવેદનમાં કહ્યું હતું કે, ફિલ્મની વિષયવસ્તુ મલેશિયાના લોકો માટે ચિંતાનો વિષય બની શકે છે. મલેશિયાની મોટા ભાગની વસ્તી મુસ્લિમ ધર્મમાં માનનારી છે. તેથી ફિલ્મની કથાથી લોકોની લાગણી દુભાઈ શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં ખિલજીને હિંસક, લાલચુ અને ક્રુર દર્શાવવામાં આવ્યો છે.

(11:01 am IST)