Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

બોલીવૂડના જાણીતા કાર ડિઝાઇનર દિલીપ છાબરીયાની થઇ ધરપકડ

છેતરપીંડીના કેસમાં મુંબઇ ક્રાઇમ ઇન્ટેલિજન્ટ યુનિટે કરી કાર્યવાહીઃ તેની મોંઘીદાટ કાર પણ જપ્ત થઇ

મુંબઇ તા. ૨૯: દેશના જાણીતા કાર ડિઝાઇનર દિલીપ છાબરીયાની મુંબઇ ક્રાઇમ બ્રાંચની સીઆઇયુ યુનિટે વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં ધરપકડ કરી છે. દિલીપની મોંઘીદાટ લકઝરી કાર પણ પોલીસે કબ્જે કરી છે.

મુંબઇ પોલીસે દિલીપ છાબરીયા વિરૂધ્ધ આઇપીસી ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦-બી, ૩૪ મુજબ ગુનો દાખલ કર્યો હતો. દિલીપી કાર ડિઝાઇનીંગમાં ખુબ મોટુ નામ ધરાવે છે અને બોલીવૂડના અનેક સુપરસ્ટાર તથા મોટા બિઝનેસમેનની કાર અને વેનિટીવેન તેણે ડિઝાઇન કરી છે. દિલીપે બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાનની વેનિટી વેન ડિઝાઇન કરી હતી. અજય દેવગણની ફિલ્મ ટારઝન-ધ વન્ડર કારમાં વપરાયેલી કારનું ડિઝાઇનીંગ પણ તેણે કર્યુ હતું.

આ ઉપરાંત દિલીપ કાર મોડિફિકેશન સ્ટુડિયો ડીસીમાં ફાઉન્ડર પણ છે. ૧૯મી ડિસેમ્બરના રોજ તેના વિરૂધ્ધ ગુનો દાખલ થયો હતો. જેની તપાસ ક્રાઇમ ઇન્ટેલિજન્ટ યુનિટને સોંપાઇ હતી.

(11:48 am IST)