Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

પરિમલભાઇએ ટીમ ઇન્ડિયાને અભિનંદન આપ્યા

ઓસ્ટ્રેલીયાને જડબાતોડ જવાબ આપી સીરીઝ બરાબરી કરી, રહાણેનું શાનદાર નેતૃત્વઃ ઇજા છતા ભારતીય બોલીંગનું અદભૂત એટેક

આંધ્રપ્રદેશના સાંસદ, રિલાયન્સ પરિવારના વરિષ્ઠ સદસ્ય તથા પ્રકૃતિ અને રમતગમતપ્રેમી  શ્રી પરિમલભાઈ નથવાણીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતા ટ્વીટર હેન્ડલ ઉપર જણાવ્યું છે કે   બોકિસંગ ડે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને જડબાતોડ જવાબ આપી ટીમ ઇન્ડિયાએ આ સીરીઝને બરાબરની કરી છે. રહાણેએ ખુબ જ સરસ નેતૃત્વ દાખવી પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર સદી ફટકારી, જે કાબિલેદાદ છે. ઇજા પામવા છતાં ભારતીય બોલિંગ એટેકે અદભુત કાર્ય કર્યું છે. 

(11:45 am IST)