Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

સાવધાન... દેશી ઇંડાના નામે ડુપ્લીકેટ ઈંડાનો થઈ રહ્યો છે કારોબાર : લખનૌમાં ડુપ્લીકેટ દેશી ઈંડાની ફેક્ટરીનો પર્દાફાશ :શેમ્પુ , કાથો અને ચા ની પતીના પાણીથી કરતા કલર : બે યુવકોની ધરપકડ

આરોપીઓ પાસેથી 900 ક્રેટ ફાર્મ અને 300 ક્રેટ રંગ કરેલા ઇંડા જપ્ત

 

લખનૌ :લખનઉ પોલીસે આલમબાગ વિસ્તારમાં સ્થિત એક વેપારીએ ઘરે દરોડા પાડી ડુબ્લિકેટ ઇંડાની ફેક્ટ્રીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સમગ્ર મામલે હાશિમ અને આરિફ નામના બે યુવકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 900 ક્રેટ ફાર્મ અને 300 ક્રેટ રંગ કરેલા ઇંડા જપ્ત કર્યા છે.

   પોલીસ પુછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે શેમ્પૂ, કાથો, ચા પત્તીના પાણીથી ફાર્મના ઇંડા પર કલર કરતાં અને તેને દેશી ઇંડા બનાવતા હતા. તપાસ બાદ ઇંડા વેપારીઓએ નુકશાનકારક હોવાનું જણાવ્યું હતું.
    ઇંડા વ્યવસાય સાથે જોડાયેલા આરોપીઓએ જણાવ્યું કે દેશી ઇંડાની સીઝન શિયાળામાં શરૂ થાય છે. પરંતુ કેટલીક દુકાનો પર ગર્મીમાં પણ દેશી ઇંડા વેચાઇ છે. દેશી ઇંડાની પૌષ્ટિકતા ફાર્મ ઇંડાથી વધુ હોવાને કારણે તેની માગ અને કિંમત વધુ છે. એક દેશી ઇંડાની કિંમત 7થી 8 રૂપિયા છે, આરોપીઓએ કબૂલાત કરી કે અમે ફાર્મ ઇંડાનો રંગ બદલી દેશી ઇંડા ગણાવી વેચતા હતા. હાલ પોલીસ આરોપીની પુછપરછ કરી રહી છે

(1:20 am IST)