Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

કુમારસ્વામીને ‘એક્સીડેન્ટલ ચીફ મિનિસ્ટર 'ગણાવી કર્ણાટક ભાજપે કર્યો કટાક્ષ

નવી સરકાર આવી ત્યારથી 377 ખેડૂતોએ કર્યા આપઘાત :રાજ્યમાં દુષ્કાળના ઓળા ત્યારે ધરતીપુત્ર કુમારસ્વામી સિંગાપુરમાં નવા વર્ષની કરશે ઉજવણી

 

બેંગલુરૂ: ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયા બાદ વિવાદ અને ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી છે ત્યારે કર્નાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીને ‘એક્સીડેન્ટલ ચીફ મિનિસ્ટર’ (સંયોગવશ મુખ્યમંત્રી) જણાવતા વિપક્ષી ભાજપે મોટાભાગમાં રાજ્ય દુકાળની પકડમાં આવ્યું છે તો તેઓ પોતાનું નવું વર્ષ ઉજવવા સિંગાપુર ગયા તેના પર કટાક્ષ કર્યો છે.

  ભાજપ કર્નાટક એકમને ટ્વિટ કરી કહ્યું, જ્યારથી નવી સરકાર આવી છે, 377 ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. 156 તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. દેવુ માફી હજૂ સુધી કરવામાં આવ્યું નથી. કર્નાટક દેવામાં ડૂબેલું રાજ્ય થઇ ગયું છે અને તે આપણા ધરતીપૂત્ર એચ ડી કુમારસ્વામી સિંગાપુરમાં નવા વર્ષની ઉજવણી કરશે.

  ભાજપના પ્રદેશ એકમે એક અન્ય ટ્વિટ કર્યું, જો એક્સીડેન્ટલ સીએમ નામની ફિલ્મ બનાવવામાં આવે તો એચ ડી કુમારસ્વામીની ભૂમિકા કોન નિભાવશે. જણાવી દઇએ કે હાલમાં જ ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે. ત્યારબાદથી આ ફિલ્મ ચર્ચાના કેન્દ્રમાં રહી છે. આ ફિલ્મ 2004-2008 સુધી સિંહના મીડિયા સલાહકાર રહેલા સંજય બારૂની આ નામની પુસ્તક પર આધારીત છે. આ ફિલ્મમાં અનુપમ ખેરે પૂર્વ પીએમ મનમોહન સિંહની ભૂમિકા નિભાવી છે.

(12:40 am IST)