Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

રાજસ્થાનમાં ગુર્જરો ફરી મેદાને :લોકસભા ચૂંટણી પહેલા અનામત આપવા માગ:ગહેલોત સરકારની વધી મુશ્કેલી

ગાડિયા લુહારોને પણ સરકારી નોકરી અને રોજગારઆપવા પણ માંગણી ઉઠાવી

 

જયપુર: રાજસ્થાનમાં ગુર્જરોએ ફરી આરક્ષણ માટે એલાને જંગ આદર્યો છે નવી સરકાર આવ્યા બાદ ગુર્જર આરક્ષણની માગ કરી ગહેલોત સરકારની મુશ્કેલીઓ વધારી છે. ગુર્જરોએ રાજ્ય સરકારને લોકસભા ચૂંટણી પહેલા સમાજને 5 ટકા આરક્ષણ આપવાની માગ કરી હતી. માગ નહી સ્વિકારવા પર સરકારની સામે આંદોલન કરવાની ચેતવણી પણ આપી છે. જયપુરમાં એક બેઠક દરમિયાન માગ સરકારની સામે રાખવામાં આવી હતી.

  ઉપરાંત ગુર્જર આંદોલનના મુખ્યા કિરોડી સિંહ બૈંસલાએ પ્રથમ વખત ગુર્જરોની સાથે સાથે ગાડિયા લુહારની સૂધ માટે પણ અવાજ ઉઠવ્યો છે. બૈંસલાએ કહ્યું કે ગુર્જરો ઉપરાંત ગાડિયા લુહારનું પણ પ્રતિનિધિત્વ પણ વિધાનસભામાં થવું જોઇએ. તેમણે કહ્યું કે ગાડિયા લુહારોને પણ સરકારી નોકરી અને રોજગાર રાજ્ય સરકાર ઉપલબ્ધ કરાવે.

  જયપુરમાં થઇ રહેલી બેઠક દરમિયાન ગુર્જર સમાજના પ્રતિનિધિઓ પણ હાજર હતા. રાજ્યભરથી આવેલા ગુર્જર નેતાઓએ તેમના આરક્ષણને લઇ આગળની રાજનીતિ પર ચર્ચા પણ કરી હતી. ચર્ચામાં વખતે ગુર્જરોની સાથે સાથે ગાડિયા લુહારોનો મુદ્દા પર બેઠકમાં સામેલ થયો. બેઠક દરમિયાન હાજર ગાડિયા લુહારોએ બૈંસલાએ સ્પષ્ટ પણે કહ્યું કે તેમને પણ રાજ્યમાં સરકારી નોકરી મળવી આપવી જોઇએ

તેમણે પણ કહ્યું કે જ્યારે ખેડૂતોનું દેવું માફ થઇ શકે છે તો ગાડિયા લુહારોના દરેક એક ઘરમાં નોકરી કેમ મળી શકે. તેમણે પોતાના 5 ટકા આરક્ષણના મુદ્દા પર સ્પષ્ટ કર્યું કે સરકારે તેમના જાહેરાત પત્રમાં ગુર્જરોને આરક્ષણ આપવાની વાત કરી હતી. જો સરકાર લોકસબા ચૂંટણી પહેલા આરક્ષણ નહી આપે તો આંદોલનને ફરીથી શરૂ કરવાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

બેઠક દરમિયાન હાજર ગુર્જન નેતા શૈલેન્દ્ર સિંહે કહ્યું કે ન્યાયિક સેવામાં 1 ટકા આરક્ષણનો નિર્ણયની પ્રશંસા કરી. તેમણે પણ કહ્યું કે, ગુર્જરોને મળનારી દેવનારાયણ યોજનાની સ્થિતી પણ સરકાર સ્પષ્ટ કરે. કેમ કે, અત્યાર સુધી યોજનાનો લાભ સમાજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને મળી શક્યો નથી.

રાજ્યમાં ગહેલોત સરકારના આવ્યા પછી ગુર્જર નેતા એક્શન મોડમાં જોવા મળી રહ્યાં છે. રાજ્યમાં 11 વર્ષથી જહેર આરક્ષણ આંદોલનની લડાઇ હજુ પૂર્ણ થઇ નથી. હવે જોવાનું રહેશે કે ક્યાં સુધી ગહેલોત સરકાર પડકાનો સામનો કરી શકે છે.

(12:24 am IST)