Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ઇજિપ્તના ગીજાના પિરામીડો નજીક પ્રચંડ બોમ્બ વિસ્ફોટ : 4 પ્રવાસીઓના મોત: પોલીસે 40 આતંકીઓને ઠાર માર્યા

 

ઇજિપ્તના ગીજાના પિરામીડો નજીક માર્ગ કિનારે એક મોટો બોમ્બ વિસ્ફોટ થયો હતો  જેમાં પ્રવાસીઓથી ભરેલી એક બસ ઝપટમાં આવી ગઇ હતી. હુમલામાં વિયેતનામના ત્રણ પ્રવાસીઓ અને તેના ગાઇડનું મોત નિપજ્યું હતું  આતંકવાદી ઘટના બાદ ઇજિપ્ત પોલીસે મોટા ભાગે અભિયાન હાથ ધર્યુ અને જુદા જુદા સ્થળોએ ચલાવાયેલા ઓપરેશનમાં 40 આતંકવાદીઓને ઠાર માર્યા હતા 

    ઇજિપ્ત પોલીસે જણાવ્યું છે કે ગીજામાં બે સ્થળોએ થયેલી કાર્યવાહીમાં 30 આતંકવાદીઓનું મોત નિપજ્યા છે. જ્યારે અશાંત ઉત્તર સિનાયમાં બાકી બચેલા 10 આતંકીઓ ઠાર મારવામાં આવ્યા હતા  નિવેદનમાં જણાવાયું કે અધિકારીઓની સૂચના બાદ સક્રિય થયેલા શકમંદ આતંકવાદીઓ પ્રવાસન સ્થળો અને ચર્ચો પર શ્રેણીબદ્ધ હુમલાની યોજના બનાવી રહ્યા હતા.

(10:02 pm IST)