Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત થઈ

પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૩૨ પૈસા સુધી ઘટાડો : બ્રેન્ટ ક્રુડ કિંમત ઘટીને બાવન ડોલરથી પણ નીચે પહોંચતા કિંમતોમાં ઘટાડો : પેટ્રોલની કિંમત દિલ્હીમાં ૭૦થી નીચે

નવી દિલ્હી,તા. ૨૯ : પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે શનિવારના દિવસે પણ વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૩૦-૩૨ પૈસા સુધીનો ઘટાડો કરાયો હતો. જ્યારે ડિઝલની કિંમતમાં ૩૨ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. વૈશ્વિક ક્રુડ ઓઈલની કિંમતમાં સતત ઘટાડો થતા તેલ કિંમતોમાં પણ ઘટાડો જારી છે. નવા વર્ષની રજા આવે તે પહેલા કારોબારમાં ઉથલ પાથલના સપ્તાહ બાદ તેલ કિંમતો સ્થિર થવાની દિશામાં છે. જોકે અમેરિકી ઈક્વિટી માર્કેટમાં તેજીના પરિણામ સ્વરૂપે ફરી એકવાર તેલ કિંમતોમાં ઉતાર ચઢાવની સ્થિતિ જવા મળી રહી છે. બ્રેન્ટ ક્રુડ ફ્યુચરની કિંમત બેરલદીઠ બાવન ડોલરની નીચે સપાટીએ પહોંચી છે. વર્ષ ૨૦૧૮માં તેલ કિંમતો ૨૦ ટકા કરતા પણ વધુ ઘટ ગઈ છે. આની અસર ભારતીય તેલ કિંમતો ઉપર પણ થઈ છે અને કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક બાજુ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૦ રૂપિયાથી પણ નીચે પહોંચી ગઈ છે. આગામી દિવસોમાં તેલ કિંમતોમાં વધુ ફેરફાર કરવામાં આવી શકે છે. ભાવમાં ફેરફાર કરવાનો સિલસિલો જારી રહ્યો છે. તેલ કિંમતોમાં સતત ફેરફારના કારણે લોકોમાં દુવિધા છે. જો કે હાલમાં કિંમતો સતત ઘટી ગઇ હતી. જેના કારણે વાહન ચાલકો અને સામાન્ય લોકો હવે રાહત અનુભવી રહ્યા છે.ડોલરની સામે રૂપિયા પર જે અસર થઇ રહી છે તેના લીધે તેલ કિંમત બદલાઇ રહી છે.સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે. ભારત તેની તેલની જરૂરીયાત પૈકી ૮૦ ટકા જરૂરિયાત આયાતથી પૂર્ણ કરે છે. તેલ કિંમતો આગામી દિવસોમાં વધુ ઘટે તેવા સંકેત મળી રહ્યા છે. છેલ્લા થોડાક દિવસના ગાળામાં જ ડોલર સામે રૂપિયામાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. તેલ કિંમતોને સંવેદનશીલ  ગણવામાં આવે છે. ક્રુડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે તેલ કિંમતો ઘટી રહી છે. હાલમાં અમેરિકાના પ્રતિબંધના કારણે કિંમતોમાં વધારો થઇ ગયો હતો. ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થતા હવે ડોલરની સામે રૂપિયામાં પણ સ્થિતી મજબુત બની શકે છે. ભારતને ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થતાની સાથે ફાયદો થઇ શકે છે.  જુલાઇ ૨૦૧૭ બાદથી સૌથી નીચે સપાટી પર કિંમતો પહોંચી છે.

શનિવારના પેટ્રોલ-ડીઝલના ભાવ

તેલ કિંમતો ફરી ઘટી...

નવી દિલ્હી, તા.૨૯ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો.શનિવારના દિવસે ભાવ નીચે મુજબ રહ્યા હતા.

પેટ્રોલના ભાવ

મેટ્રો.............................................. ભાવ (લીટરમાં)

દિલ્હી........................................................ ૬૯.૨૬

મુંબઈ....................................................... ૭૪.૮૯

ચેન્નાઈ...................................................... ૭૧.૮૫

કોલકત્તા.................................................... ૭૧.૩૭

ડિઝલના ભાવ

દિલ્હી........................................................ ૬૬.૩૨

મુંબઈ....................................................... ૬૬.૨૫

ચેન્નાઈ...................................................... ૬૬.૮૪

કોલકત્તા.................................................... ૬૫.૦૭

(8:01 pm IST)