Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

મેઘાલયમાં કોલસાની ખાણમાં ફસાયેલા 15 મજુરોને બચાવવા ઓપરેશન :18માં દિવસે ત્રણ હેલ્મેટ મળ્યા

વાયુસેનાએ ભુવનેશ્વરથી વિમાન દ્વારા 10 પંપ પહોંચાડ્યા

મેઘાલયમાં એક કોલસાની ખાણમાં 13 ડિસેમ્બરથી ફસાયેલા 15 મજુરોને બચાવવા માટે 18માં દિવસે બચાવ કાર્ય શરૂ છે. NDRFના આસિસ્ટન્ટ કમાંન્ડરના મતે અત્યાર સુધીમાં ત્રણ હેલ્મેટ મળી આવ્યા છે.આજથી ભારતીય નૌસેના પણ આ અભિયાનમાં જોડાયુ છે નૌસેનાના પ્રવક્તાએ ટ્વીટ કરી કહ્યું કે, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી 15 સભ્યોની ટીમ ત્યાં પહોંચશે.

   તેમણે કહ્યું, આ ટીમ વિશેષ રીતે ડાઇવિંગ ઉપકરણ લઇ જઇ રહી છે. જેમાં પાણીની અંદર શોધ માટે રિમોટ સંચાલિત વાહન પણ સામેલ છે. મેઘાલયના આ વિસ્તારમાં કોલસાના ખનન માટે 18 હાઇ પાવર પંપ રવાના કર્યા છે. જ્યા 15 મજુરો ફસાયા છે. સત્તાવાર સુત્રો તરફથી જાણવા મળ્યું છે કે, વાયુસેનાએ ભુવનેશ્વરથી વિમાન દ્વારા 10 પંપ પહોંચાડ્યા છે

(7:30 pm IST)