Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરને કથિત પંજાબી સીએમ કહેતાં આપના 70 કાર્યકરોની ધરપકડ

કેજરીવાલે કહ્યું,, 70 કાર્યકર્તાઓને માત્ર ફેસબુક પર લખવા પર ઉઠાવી લીધા તે ક્યાંનું લોકતંત્ર ??

ચંદીગઢઃ આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે હરિયાણામાં તેમની પાર્ટીના 70 કાર્યકર્તાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી કથિત રીતે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને પંજાબીઓના સીએમ કહેવા પર થઈ છે. આપ નેતા નવી જયહિન્દે કહ્યું કે હરિયાણા સરકાર સીધે-સીધી તાનાશાહી પર ઉતરી આવી છે પરંતુ તેઓ ડરશે નહિં.

 આપ પ્રવક્તા કુલદીપ કાદયાને કહ્યું કે આપ કાર્યકર્તાઓને ફેસબુક પર પોસ્ટ કરવા બદલ પકડવામાં આવ્યા છે. કુલદીપે કહ્યું કે તેઓ ખુદ અખબારોમાં જાહેરા દઈને ખુદને પંજાબીઓના નેતા કહી વોટ માંગે છે પરંતુ જો કોઈ અન્ય ફોટો શેર કરે છે તો રાત્રે જ પોલીસ દ્વારા તેમને ઉઠાવડાવી લેવામાં આવે છે જેવી રીતે આતંકવાદી કેમ ન હોઈએ, શું આ લોકતંત્ર છે.

  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ કાર્યવાહી માટે ખટ્ટર સરકારની આલોચના કરી છે. કેજરીવાલે સવાલ કર્યો છે કે ખટ્ટર આ કેવી તાનાશાહી કરી રહ્યા છે. 70 કાર્યકર્તાઓને માત્ર ફેસબુક પર લખવા પર પોલીસે ઉઠાવી લીધા તે ક્યાંનું લોકતંત્ર છે. ઈન્ડિયન નેશનલ લોકદળના કેટલાક કાર્યકર્તાઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

 પાર્ટીના સ્ટૂડેન્ટ લીડરે ફેસબુક પર ખટ્ટરને પંજાબીઓના સીએમ ગણાવતા બીજી જાતીના લોકો માટે કંઈ ન કરતા સીએમ તરીકે ગણાવ્યા હતા

(7:12 pm IST)