Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

સરકારના નવા નિયમના કારણે ફિલપકાર્ટ અને અેમેઝોન પાસે પ હજાર કરોડના માલનો ભરાવોઃ નિકાલ કરવા પડકાર

બેંગલુરુ: સરકારે બનાવેલા નવા નિયમોને કારણે ફ્લિપકાર્ટ તેમજ એમેઝોન પાસે 5,000 કરોડ રુપિયાના માલનો ભરાવો થઈ ગયો છે. ઈ-કોમર્સ કંપનીમાં FDI નીતિ અંગે સરકારે લાદેલા નવા નિયમ 1 ફેબ્રુઆરીથી લગુ થવા જઈ રહ્યા છે, તે પહેલા ફ્લિપકાર્ટ અને એમેઝોન સામે 5000 કરોડના માલનો નિકાલ કરવાનો પડકાર ઉભો થયો છે.

શું છે નિયમ?

નવા નિયમ અનુસાર, ફ્લિપકાર્ટ કે એમેઝોન જેમાં હિસ્સો ધરાવતા હોય તેવા વેન્ડરનો માલ પોતાની વેબસાઈટ પર ન વેચી શકે. ઈ-કોમર્સ કંપનીઓ ફેશન, એક્સેસરીઝ અને પોતાના ટાઈ-અપવાળી બ્રાન્ડ્સ વાળા બીજી સોફ્ટ-લાઈન કેટેગરીઝના પ્રોડક્ટનો ત્રણ મહિનાનો સ્ટોક રાખતી હોય છે. એમેજોન માટે ક્લાઉડટેલ અને ફ્લિપકાર્ટ માટે રિટેલનેટ આ જ કામ કરે છે.

5000 કરોડનો સ્ટોક પડ્યો છે

આ બંને કંપનીઓ નાની-મોટી બ્રાન્ડ્સની પ્રોડક્ટ ખરીદે છે, જેને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ઓનલાઈન વેચવામાં આવે છે. એક ફેશન બ્રાંડના સીઈઓએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરત પર જણાવ્યું હતું કે, એમેઝોન અને ફ્લિપકાર્ટ પાસે હાલ 5 હજાર કરોડ રુપિયાનો સ્ટોક પડ્યો છે.

ફેસ્ટિવલ સીઝન વિના વેચવાનું દબાણ

ફ્લિપકાર્ટ તેમજ એમેઝોન પર ફેશન અને સોફ્ટ લાઈન કેટેગરીની પ્રોડક્ટ્સનું જોરદાર વેચાણ થાય છે. હાલમાં જ ગયેલી તહેવારની સીઝમાં પણ આ સેગમેન્ટમાં ફેશન અને સોફઅલ લાઈન કેટેગરી પ્રોડક્ટ્સનું 2500થી 2800 કરોડ જેટલું વેચાણ થયું હતું. જોકે, હવે ઓનલાઈન શોપિંગ વેબસાઈટ્સ પર 1 જ મહિનામાં પોતાનો ત્રણ મહિનાનો સ્ટોક વેચવાનું પ્રેશર છે.

(5:19 pm IST)