Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

વિશાળ માથા અને ઊંડી આંખોના કારણે આ યુવકને બધા એલિયન માને છે

અમૃતસર તા ૨૯ : પંજાબના જગતપુર ગામમાં રહેતા અંશુ કુમાર નામના બાવીસ વર્ષના યુવકને તેના વિચીત્ર લુકને કારણે લોકો એલિયન કહે છે. બાળકો તેને જોતા જ ડરી જાય છે. જે થોડાક મિત્રો છે તે પણ તેની સાથે બહુ ઘનિષ્ઠ દોસ્તી નથી કરતા. એવું નથી કે તે બુદ્ધિશાળી નથી કે ફ્રેન્ડલી નથી, પરંતુ તે વિચીત્ર દેખાય છે. તેનું માથુ નોર્મલ માણસો કરતા લગભગ બમણી સાઇઝનું છે. તેના માથા પ્ર જન્મથી જ વાળા ઊગ્યા નથી. ખોપરી મોટી હોવાથી બે આંખો જાણે ચહેરાની સામે નહીં, પરંતુ ડાબી-જમણી તરફની કિનારીએ હોય એવી લાગે છે. ઝીણી અને ઊંડી આંખોને કારણે તેનો ચહેરો બિહામણો લાગે છેે. અંશુનો જન્મ થયો ત્યારે પણ તેનો ચહેરો આવો જ વિચીત્ર હતો. પેરેન્ટ્સ તેને ડોકટર પાસે લઇ ગયેલા, પણ તેઓ કોઇ રોગનું નિદાન કરી શકયા નહોતા અને તેમણે કહી દીધેલું કે આ સ્થિતી કોઇ રીતે સુધરી શકે એમ નથી. અંશુના પેરેન્ટ્સે માંડ તેને ચલાવતા શીખવ્યું. જોકે તેની ચાલ વિચીત્ર અને ડગુમગુ થાય એવી છે. કાનની સાઇઝ નોર્મલ કરતા અખડધી છે. બોલવામાં શબ્દોની સ્પષ્ટતા નથી. કયાંક પણ સહેજ વાગે તો બ્લીડિંગ કેમેય રોકાતું જ નથી. તેના હાર્ટમાં પણ જન્મજાતિ ખામી છે. હવે તો તે એક ફેકટરીમાં મેકેનિક તરીકે કામ કરવા જાય છે અને  મહિને પાંચ હજાર રૂપિયા જ કમાય છે. એને કારણે મેડિકલ હેલ્પ પણ મેળવી શકે હેમ નથી. અંશુને પોતાનો લુક નોર્મલ કરવો છે જેથી તેલગ્ન કરીને એક સામાન્ય માણસની જેમ જીવન જીવી શકે, પરંતુ ડોકટરોનું કહેવું છે કે તેને જેકબસન સ્સન્ડ્રોમ નામની જન્મગત ખામી છે. આ ખામીમાં કોમોઝોમ ૧૧ ઉપર કેટલાક  જનીનની ગેરહાજરી હોય છે. એનો હવે કોઇ ઇલાજ નથી. (૩.૫)

(3:48 pm IST)