Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

દિલ્હીમાં ઠંડી અને ધુમ્મસ યથાવત રહેશે

નવી દિલ્હીઃ રાજધાની અને આસપાસના વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ આવનાર દિવસોમાં પણ યથાવત રહેશે. હવામાન ખાતા મુજબ ગઈકાલે દિલ્હીનું તાપમાન ૫ ડિગ્રી હતુ તે આજે અને પછીના દિવસોમાં તાપમાન ૩ અથવા તેથી નીચુ જઈ શકે છે. જો આવુ બનશે તો ૨૦૧૪ ડિસેમ્બર બાદ સૌથી ઠંડો દિવસ રહી શકે છે.

આવનાર દિવસોમાં શીત લહેર અને ગાઢ ધુમ્મસથી લોકોની મુશ્કેલી વધવાની છે. શીત લહેરને લઈને હરિયાણા, ચંદીગઢ અને એનસીઆરના કેટલાક વિસ્તારોમાં પહેલા જ ચેતવણી આપવામાં આવી છે. ગાઢ ધુમ્મસના દિવસોમાં વિઝીબીલીટી ૨૦૦મીટરથી ઓછી થઈ જાય છે. આવનાર ૪૮ કલાકમાં દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ઠંડીની સાથે ગાઢ ધુમ્મસ પરેશાની ઉભી કરશે.ફકત એક દિવસની રાહત બાદ જીવલેણ સ્મોગ ફરી પરત ફર્યો છે. ૨૨ ડિસેમ્બર બાદ દિલ્હીનો પ્રદુષણ આક સતત બગડીને ખરાબ સ્તર ઉપર પહોંચી ગયો હતો.(૩૦.૪)

 

(3:45 pm IST)