Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ગુજરાત નંબર વન : ૩II વર્ષમાં ૩૭૦૦૦ બાળકો ગુમ

નવી દિલ્હી તા. ૨૯ : ગુજરાત રાજય અનેક અનેક બાબતોમાં પ્રથમ નંબરે હોવાનું કહેવાય છે અનેકવિધ બાબતોએ ટોચ પર હોવાની વાતો થાય છે ત્યારે બાળકો ગૂમ થવામાં પણ ગુજરાત પ્રથમ નંબરે આવેલ છે.

છેલ્લા સાડા ત્રણ વર્ષમાં (જૂન ૨૦૧૫ થી ડિસેમ્બર ૨૦૧૮) ૩૭૦૦૦ બાળકો ગુજરાતમાંથી ગૂમ થયા છે, ઉપડી ગયા છે, જેનો કોઈ પત્તો નથી.

ઙ્ગબીજા નમ્બરે મધ્ય પ્રદેશમાંથી ૩૩૦૦૦ અને પશ્ચિમ બંગાળમાં આ જ અરસામાં ૨૫,૨૭૫ બાળકો ઉપડી ગયાનું લોકસભામાં જણાવાયું હતું. આ સાડા ત્રણ વર્ષમાં દેશ આખામાંથી કુલ ૧.૯૦ લાખ બાળકોના અપહરણ થયા હતા અથવા તો ગૂમ થયા હતા.(૨૧.૧૬)

 

(3:45 pm IST)