Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

સોનિયાજીના જમાઇ રોબર્ટ વાડ્રા ફરતો ગાળીયો ભીંસાતો જાય છે : પોલીસ તપાસની મંજુરી

લેન્ડ ડીલ કૌભાંડમાં વાડ્રા-હુડા બરાબર ફસાતા જાય છે : હવે અવનવા વિસ્ફોટોની તૈયારી

નવી દિલ્હી, તા. ર૯: લેન્ડ ડીલ ઙ્ગકેસમાં ફસાયેલા કોંગ્રેસના  પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી શકે છે. આ મામલે તેમના વિરુદ્ઘ તપાસ શરૂ કરવાની મંજૂરી હવે ગુરુગ્રામ પોલીસને મળી ગઈ છે. તેમની સાથે આ મામલે હરિયાણાના પૂર્વ મુખ્યમમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા સામે પણ પોલીસ તપાસ કરશે. હુડ્ડા પર લેન્ડ ડીલમાં વાડ્રાને ફાયદો પહોંચાડવાનો આરોપ છે.ઙ્ગ

 

શુક્રવારે ગુરુગ્રામ પોલીસ કમિશનર કે કે રાવે પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાણકારી આપી. તેમણે કહ્યું કે અમને રાજય સરકાર તરફથી લેન્ડ ડીલ મામલે વાડ્રા અને હુડ્ડા સામે તપાસ કરવાની મંજૂરી મળી ગઈ છે. તેમણે કહ્યું કે આ મામલે તપાસ ચાલુ છે.

અત્રે જણાવવાનું કે રોબર્ટ વાડ્રા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પર લેન્ડ ડીલની તપાસ વચ્ચે વર્તમાન હરિયાણા સરકાર આવી હતી. ગુરુગ્રામ પોલીસે પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટની કલમના કારણે ૧૭ હેઠળ સપ્ટેમ્બરમાં તપાસની મંજૂરી માટે રાજય સરકારને પત્ર લખ્યો હતો.

ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં ગુરુગ્રામ પોલીસના કમિશનરે સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે અમે મંજૂરી માટે પહેલી સપ્ટેમ્બરના રોજ રાજય સરકારને તપાસ માટે પત્ર લખ્યો છે. જેવી મંજૂરી મળશે કે અમે તપાસ શરૂ કરી દઈશું. કારણ કે ૨૬ જુલાઈના રોજ પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટમાં સંશોધન થયું હતું. ત્યારબાદ હવે આ કલમ હેઠળ એફઆઈઆર નોંધતા પહેલા સરકાર પાસે મંજુરી મેળવવી પડે છે.

હકીકતમાં ગત વર્ષ ૨૬ જુલાઈના રોજ પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટમાં સંશોધન થયું હતું. હવે પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ હેઠળ એફઆઈઆર નોંધાયા બાદ સરકાર પાસે ૧૭હ્ય્ હેઠળ મંજૂરી લેવી પડે છે. તપાસ કરતા પહેલા સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે. ગુરુગ્રામના સીપીએ હરિયાણા ડીજીપીને લખ્યું હતું કે અમને આ મામલે તપાસ માટે સરકાર પાસેથી મંજૂરી અપાવવામાં આવે. ડીજીપીએ મંજૂરી માટે લખાયેલો પત્ર હરિયાણા સરકારના ગૃહ વિભાગને મોકલ્યો હતો.(૯.૮)

(3:43 pm IST)