Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

કર્મથી ભાગવું ન જોઇએઃ પૂ.મોરારીબાપુ

અયોધ્યામાં આયોજીત 'માનસ ગણીકા' શ્રીરામ કથા કાલે વિરામ લેશેઃ ૧૯ મી જાન્યુઆરીથી અલ્હાબાદ-કુંભમાં શ્રીરામ કથાઃ પૂ.મોરારીબાપુ દ્વારા ૧૦૦ ગણીકા પુત્રીઓનો વિવાહ સંકલ્પ

રાજકોટ, તા., ૨૯: કર્મથી કોઇએ ભાગવુ ન જોઇએ તેમ પૂ. મોરારીબાપુએ અયોધ્યા ખાતે આયોજીત માનસ ગણીકા શ્રીરામ કથાનાં આઠમા દિવસે કહયું હતું.

પૂ. મોરારીબાપુએ કહયું કે સાધુ અધ્યયન શીખવાડે છે. સાધુ સતત કર્મશીલ હોય છે વિનોબા ભાવે, મહાત્મા ગાંધીજી સહીતના દ્રષ્ટાંતો ટાંકયા હતા.

પૂ. મોરારીબાપુએ કહયું કે આપણે માનસીકતા બદલવી જોઇએ કોઇ પણ સમસ્યા હલ કરીએ તો અમે આ સમસ્યા હલ કરી દીધી તેવી વાત જાહેર કરાઇ હતી. પરંતુ રાષ્ટ્રની સમસ્યા હલ થતી નથી.

પૂ. મોરારીબાપુના વ્યાસાસને આયોજીત માનસ ગણીકા શ્રીરામ કથા કાલે વિરામ લેશે અને તા.૧૯ જાન્યુઆરીથી અલ્હાબાદ-કુંભ (ઉતરપ્રદેશ)માં પૂ.મોરારીબાપુનાં વ્યાસાસને શ્રીરામકથા યોજાશે.

પૂ.મોરારીબાપુએ કહયું હતું કે ઇચ્છુ કે બહેન-બેટીઓ જો કુટુંબ પરીવારવાળી હોય અને તેમની પુત્રીઓને આ વ્યવસાયમાંથી બહાર લાવી લગ્ન વિવાહ સંસ્કાર કરાવવા ઇચ્છે તો આવી ૧૦૦ દિકરીઓનો વિવાહ કરાવવાની જવાબદારી હું એટલે કે તલગાજરડા લેવા તત્પર છે એવો એક સંકલ્પ છે તેના માટે લગ્નની વિીધ એટલે કે મુરતીયા શોધીને આપ પધારો આપણે આ ભગવત કાર્ય માટે રાજી છીએ.

રામજન્મભુમી વ્યાસના અધ્યક્ષશ્રી નિત્યગોપાલ દાસ બાપુને આ મંગલપર્વમાં આશીર્વાદ ઉપસ્થિતિ માટે આમંત્રણ પણ પાઠવ્યું. લોકગાયક કીર્તીદાન ગઢવીએ આ વિવાહ સંસ્કારમાં પોતે લગ્નગીતોની રમઝટ બોલાવવાની તૈયારી બતાવી.

દરમ્યાન કથા મંડપમાંથી એક વ્યકિતએ કોઇ કચ્છના યુવકની આવી કન્યા સાથે લગ્ન કરવાની સંમતી આપવાની જાહેરાત થઇ.  ગણીકા બહેનો માટે ચાલી રહેલા પુનરાત્થાન યજ્ઞમાં આજે વધુ ૭૯ લાખનો ઉમેરો થતા આ રકમ પ કરોડ ૧૭ લાખની થઇ. અસાધારણ પ્રતિસાદથી આવી રહેલા દાન પ્રવાહને હવે શનિવારના બદલે શુક્રવાર સુધી જ સ્વીકારવાની જાહેરાત કરવામાં આવી. આ આંકડો ૭ કરોડથી પાર નીકળી જવાની સંભાવના વર્તાઇ રહી છે. (૪.૧૦)

(3:41 pm IST)