Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

દિલ્હી : કમકમાટી ભર્યો કિસ્સો, આશ્રય ગૃહની બાળકીઓને સજામાં પ્રાઇવેટ પાર્ટમાં મરચું ભરવામાં આવતું

આશ્રય ગૃહમાં સ્ટાફ ઓછો હોવાથી બાળકીઓને કચરાં-પોતું, કપડા ધોવા, સંડાસ બાથરૂમ ધોવું અને રસોડાનું કામ પણ કરાવવામાં આવતું હતું

નવી દિલ્હી, તા. ર૯ : દિલ્હી કમિશન ઓફ વૂમન (DCW) દ્વારા રાજધાની દિલ્હીનાં દ્વારકા આશ્રય ગૃહ માટે એક એકસપ્રટ કમિટિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં કમિટિને જાણ થઇ છે કે, અહીંનાં સ્ટાફ દ્વારા દ્યણી યુવતીઓ અને બાળકીઓ સાથે અભદ્ર વર્તન થતુ હતું. તેમને ડિસિપ્લિનમાં રાખવા માટે અહીંના સ્ટાફ દ્વારા તેમનાં પ્રાઇવેટ પાર્ટમાં મરચું ભરવામાં આતું હતું.

DCWની મહિલા ટિમે જયારે 6 થી 15 વર્ષની બાળકીઓ સાથે વાત કરી તો તે બાળકીઓએ જણાવ્યું કે, અહીનો મહિલા સ્ટફ તેમને સજાનાં ભાગ રૂપે તેમનાં પ્રાઇવેટ પાર્ટમાં મરચું ભરતો હતો. એટલું જ નહીં તેઓ મરચા પાવડર તેમને ખાવા માટે પણ દબાણ કરતાં. જેને કારણે આ બાળકીઓ ખુબજ હતપ્રત હતી. DCW ની મહિલા ટિમનાં જણાવ્યાં મુજબ, બાળકીઓ સાથે આ પ્રકારનું વર્તન ખુબજ ગંભીર અને માફ ન કરી શકાય તેવો ગુનો છે.

DCW નીટિમનાં જણાવ્યા મુજબ, આશ્રય ગૃહમાં સ્ટાફ ઓછો હોવાથી બાળકીઓને કચરાં-પોતું, કપડા ધોવા, સંડાસ બાથરૂમ ધોવું અને રસોડાનું કામ પણ કરાવવામાં આવતું. 22 બાળકો અને સ્ટાફની વચ્ચે આશ્રય ગૃહમાં માત્ર એક જ રસોઇયો છે. તેમાં પણ ભોજનની કવોલિટી સારી નથી.

જો બાળકીઓ સ્ટાફનું કહ્યું ન સાંભળે કે તેમનો રૂમ અસ્ત વ્યસ્ત રાખે તો તેમને ફુટપટ્ટીથી મારવામાં આવતી હતી. બાળકીઓને ઉનાળુ કે શિયાળુ રજાઓમાં પણ દ્યરે જવાની પરવાનગી ન હતી.

આ આખી દ્યટના સામે આવ્યા બાદ જુવેનાઇલ જસ્ટિસ એકટ હેઠળની કલમ 75 અને પ્રોટેકશન ઓફ ચિન્ડ્રન ફ્રોમ સેકસુઅલ અફેન્સ એકટની કલમ 6 હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. DCW ચિફ સ્વાતી મલિવાલ જે રાત્રે 8.00 વાગ્યે દ્વારકા આશ્રય ગૃહની તપાસ માટે ગયા હતાં. તેમને આ આખી દ્યટના સામે આવ્યા બાદ બાળકીઓનું નિવેદન લેવા માટે સિન્યર ઓફિસર્સની ટિમ મોકલી હતી. હવે આ આશ્રય ગ્રૃહમાં 24/7 માટે એક DCWની કાઉન્સેલર અને પોલીસ તેનાત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

થોડા સમય પહેલાં જ DCW દ્વારા એક એકસપર્ટ કમિટિનું ગઠન કરવામાં આવ્યું છે જે દિલ્હીનાં પ્રાઇવેટ અને સરકારી આશ્રય ગ્રૃહની મુલાકાત લેશે અને તેમાં સુધારા વધારા કરવા માટેનાં સલાહ સૂચન આપશે. (૯.૧૧)

 

(3:37 pm IST)