Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

મુંબઈના કમલા મિલ્સ નજીક નિર્માણાધીન બિલ્ડિંગના પાંચમા માળે આગ ભભૂકી

ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ પહોંચી :વહેલી સવારે આગ લાગતા અફરાતફરી

મુંબઈમાં કમલા મિલ્સ કમ્પાઉન્ડ નજીક એક નિર્માણધીન બિલ્ડિંગમાં આગ લાગી હતી ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના પાંચ ગાડીઓ પહોંચી છે

 આ આગ સવારે સાત વાગ્યે પાંચમાં માળ પર લાગી હતી હાલ આગને કાબુમાં લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પાંચમા માળ પર આગ શા કારણે લાગી તેની પણ હજુ કોઈ જાણકારી મળી નથી.

  મુંબઈમાં આ પહેલા ગુરુવારે સાંજે પણ ચેમ્બુર વિસ્તારમમા સરગમ સોસાયટીમાં ભીષણ આગ લાગી હતી. ૧૪માં માળ પર લાગેલી આગને લીધે ૫ લોકોના મૃત્યુ અને ૨ લોકો ઘાયલ થયા હતા. મુંબઈમાં છેલ્લા ૬ વર્ષોમાં ૨૯,૧૪૦ આગની ઘટના સામે આવી છે. આ આગમાં હજારો લોકો મોતને ભેટ્યા છે

 

(3:14 pm IST)