Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

મોડીરાત્રે જમ્મુ બસ સ્ટેન્ડ નજીક રહસ્યમય ધડાકો

ધાબામાં ધડાકાથી પાણીની ટાંકી સહિતનો સમાન નષ્ટ :લોકોમાં નાસભાગ

જમ્મુ કાશ્મીરમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી જવા પામી હતી જમ્મુમાં શુક્રવારે અડધી રાત્રે બસ સ્ટેન્ડ નજીક ધડાકો થયો હતો. આ ધડાકાને લીધે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.જો કે બ્લાસ્ટના લીધે કોઈ જાનહાનિ નથી થઇ.

  પોલીસે ઘટનાસ્થળે ઘણા લોકો સાથે પુછપરછ પણ કરી હાલ આ ધડાકા પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ કરવા ટીમ લાગી ગઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બસ સ્ટેન્ડ પર આવેલા એક ધાબામાં રહસ્યમય રીતે જોરદાર ધડાકો થયો.

 ધડાકાને લીધે પાણીની ટાંકી સહિત બીજી વસ્તુઓનો નાશ થયો છે. આ ઘટનાને જોઇને દરેક સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં પણ બસ સ્ટેન્ડ પાસે પોલીસકર્મી પર ગ્રેનેડ હુમલો થયો હતો જેમાં બે લોકો ઘાયલ થયા હતા. હજુ સુધી આ હુમલાનું કારણ મળ્યું નથી

 

(3:11 pm IST)