Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

નાણાકિય વર્ષ 2017-18માં 1000 ATM નો થયો ઘટાડોઃ રિઝર્વ બેંક

મુંબઈઃ દેશભરમાં નાણાકિય વર્ષ 2017-2018 દરમિયાન એટીએમની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, 1,000 ATM ઘટી જતાં તેની સંખ્યા 2.07 લાખ થઇ ગઈ છે આ અંગેની જાણકારી રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આપવામાં આવી છે.

  અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, એટીએમ (ATM)ની સંખ્યા ઓછી થવાનું મુખ્ય કારણ કેટલીક જાહેર બેંકો દ્વારા પોતાની સંખ્યાને તાર્કિક બનાવાનું છે. આ પ્રક્રિયા વચ્ચે બેંકની શાખાઓમાં લાગેલા એટીએમની સંખ્યા આ દરમિયાન 1.09 લાખથી ઓછા થઈને 1.06 લાખ પર આવી ગયા છે. પરંતુ આ દરમિયાન શાખાઓ દ્વારા અલગથી લગાવાયેલા એટીએમની સંખ્યા 98,545થી વધુને એક લાખ પર પહોંચી ગઈ છે.

  રિઝર્વ બેંકના નાણાકિય વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રના વલણો પર પોતાનો તાજો રિપોર્ટ ટ્રેંડ્સ એન્ડ પ્રોગ્રેસ ઓફ બેન્કિંગ ઇન 2017/18ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકિય વર્ષ 2017-18માં સરકારી બેન્કોના એટીએમની સંખ્યા 1.48 લાખથી ઓછી થઈને 1.45 લાખ પર આવી ગઈ છે. આ સમય ગાળા દરમિયાન ખાનગી બેન્કોના એટીએમની સંખ્યા 58,833થી વધીને 60,145 સુધી પહોંચી ગઈ છે.

(2:06 pm IST)