Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

નારિયેળ ઉત્પાદકોને રાહત :સરકારે વધાર્યા નારિયેળ-કોપરાના લઘુતમ ભાવ

નવી દિલ્હી :નારિયેળ ઉત્પાદકોને રાહત આપતા સરકારે શુક્રવારે 2018-19ના સત્ર માટે ટોપરાંનુ ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી) 2170 રૂપિયા ક્વિન્ટલ દીઠ વધારીને 9521-9920 રૂપિયા ક્વિન્ટલ દીઠ કર્યા છે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં યોજાયેલી મંત્રીમંડળની આર્થિક મામલાની સમિતિ (સીસીઈએ)ની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે .

 ગોલા ટોપરાની એમએસપી 2018-19ના સત્ર માટે 2170 રૂપિયા ક્વિન્ટલ દીઠ વધારીને 9920 રૂપિયા ક્વિન્ટલ દીઠ કરવામાં આવ્યા છે. આ જ રીતે મિલિંગ ટોપરાની એમએસપી 2010 રૂપિયા ક્વિન્ટલ દીઠ વધારીને 9521 રૂપિયા ક્વિન્ટલ દીઠ કરવામાં આવી છે, જે ગયા વર્ષે ક્વિન્ટલે 7511 રૂપિયા હતું. આ મંજૂરી સરકારના મૂલ્ય પર સલાહ આપનારા નિકાય કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગ (સીએસીપી)ની ભલામણના આધારે આપવામાં આવી છે.

(1:23 pm IST)