Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ભારતમાં પ્રથમ વખત આંતર રાષ્ટ્રીય ડ્રોન ઓલિમ્પિક યોજાશે

બેંગલુરુમાં 21મી ફેબ્રુઆરીએ યોજાનાર ઓલિમ્પિકમાં ત્રણ સ્પર્ધા થશે :દેશ-વિદેશની કંપનીઓ ભાગ લેશે

નવી દિલ્હી :ભારતમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રોન ઓલિમ્પિક્સ યોજાશે આગામી ફેબ્રુઆરીમાં એરો ઇન્ડિયા દરમિયાન ડ્રોન ઓલિમ્પિક્સ થશે, જેમાં ડ્રોન બનાવનારી દેશની અને વિદેશની કંપનીઓ ભાગ લેશે. એરો ઇન્ડિયા 2019 બેંગ્લુરુમાં યોજાશે જેમાં દેશમાં ડ્રોન સ્ટાર્ટઅપને વધારવામાં મદદ મળશે. આ ઉપરાંત આપણી સેનાને પણ વિદેશી ડ્રોનની ક્ષમતાઓને જાણવાની તક મળશે.

  ડ્રોન ઓલિમ્પિક્સ હરિફાઇ બે શ્રેણીમાં હશે એક શ્રેણીમાં 4 કિલો વજનનાં ડ્રોન અને બીજી શ્રેણીમાં ચાર કિલોથી વધુ વજનના ડ્રોન વચ્ચે હરિફાઇ થશે. ડ્રોન ઓલિમ્પિક્સમાં ત્રણ સ્પર્ધા હશે. પ્રથમ સર્વેલિયન્સ હરિફાઇ હશે. જેમાં ડ્રોનની સર્વેલિયન્સની ક્ષમતા ચકાસવામાં આવશે.બીજી સપ્લાઇ ડ્રોન હરિફાઇ હશે અને ત્રીજી હરિફાઇ ફોર્મેશન સપ્લાઇ હશે. એટલે કે એક જ ડ્રોન કેટલી વિવિધ રીતે ઉડાન ભરી શકે છે. ત્રણેય હરિફાઇમાં વિજય પ્રાપ્ત કરનારને કુલ 38 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

(12:32 pm IST)