Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ન્યુયોર્કનું આકાશ એટલું ભૂરૂ થઇ ગયું ક સોશ્યલ મીડિયા પર એલિયન્સની અફવાએ જોર પકડયું

સમગ્ર ન્યુયોર્ક જાણે નેવી બ્લુ ચાદર ઓઢી રહ્યું હોય એવું લાગતું હતું

ન્યુયોર્ક તા.ર૯: ગુરૂવારે સમી સાંજે અચાનક જ ન્યુયોર્કમાં આસમાનનો આછો વાદળી રંગ ઘેરાવા લાગ્યો. સાંજ ઢળતી ગઇ એમ વાદળી રંગ લિટરલી નેવી બ્લુ રંગમાં પરિણમવા લાગ્યો નવાઇની વાત એ હતી કે આ નજારો કોઇ એકલ દોકલ વિસ્તારનો નહોતો, સમગ્ર ન્યુયોર્ક જાણે નેવી બ્લુ ચાદર ઓઢી રહ્યું હોય એવું લાગતું હતું. રાતની રોશની શરૂ થઇ ત્યાં સુધીમાં લોકો પોતે જયાં હતા એ જગ્યાની આસપાસની ભૂરી ઝાંયવાળી તસ્વીરો ટ્વિટર પર શેર કરવા લાગ્યા. સોશ્યલ મીડિયામાં જાણે ન્યુયોર્કની બ્લુ તસ્વીરોનો સાગર ઊમટયો, જે આભાસી ભૂરો રંગ હતો એટલે લગભગ બધાને એવું લાગવા લાગ્યું હતું કે જાણે વાદળ ચીરીને પરગ્રહવાસીઓ પૃથ્વી પર ઊતરી આવવાની તૈયારીઓ થઇ રહી છે. અચાનક કેટલીક જગ્યાઓએ વિજળી ડૂલ થઇ ગઇ હતી અને એને કારણે એરપોર્ટ સુધ્ધાંની કામગીરી પર અસર થઇ હતી. આખરે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આમ અચાનક આકાશ ભૂરૂ થઇ જવાનું કારણ જાહેર કરવામાં આવ્યું. થયું એમ હતું કે કવીન્સ શહેરના એક પાવર પ્લાન્ટમાં ટ્રાન્સફોર્મરમાં મોટો ધડાકો થયો હતો.(૧.૪)

(11:40 am IST)