Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

સરકારી બેંકોના ૬ હજાર કર્મચારીઓ સામે કેમ કરાશે કાર્યવાહી?

૨૦૧૭-૧૮માં આપવામાં આવેલી લોન જેની રિકવરી નથી થઇ શકી તે માટે કેન્દ્ર સરકારે સરકારી બેંકોના ૬ હજાર કર્મચારીઓને જવાબદાર ગણાવ્યા

નવી દિલ્હી તા. ૨૯ : ૨૦૧૭-૧૮માં આપવામાં આવેલી લોન જેની રિકવરી નથી થઇ શકી તે માટે કેન્દ્ર સરકારે સરકારી બેંકોના ૬ હજાર કર્મચારીઓને જવાબદાર ગણાવ્યા છે. આ છ હજાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરાશે. આ અંગે વાત કરતા કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે ગુમરાહ કરનાર અધિકારીઓ સામે અલગ-અલગ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરાશે.

નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે રાષ્ટ્રીય બેંકો દ્વારા મળેલા ઇનપુટ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૬,૦૪૯ કર્મચારી એનપીએ ખાતાઓમાં સ્ટાફ ઓછો હોવાને લઇને જવાબદાર છે. નાણા મંત્રીએ વધુમાં જણાવ્યું કે કર્મચારીઓ સામે કયા પ્રકારની કાર્યવાહી કરાશે તે તેમણે કરેલી ભુલ પર આધાર રાખે છે. આ ઉપરાંત આ તમામ મામલે સીબીઆઇ અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરાશે.

૧૦ રાષ્ટ્રીય બેંકો જેવી કે પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક તરફથી બેંકની તિજોરીઓમાં ૨૧,૩૮૮ કરોડ રૂપિયાના નુકસાનની વાત સામે આવી હતી. વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ૬,૮૬૧ કરોડનું સંયુકત નુકસાન થયું હતું. જો કે કેન્દ્રીય નાણા રાજયપ્રધાન શિવ પ્રતાપ શુકલાએ કહ્યું કે રાજયની માલિકીની બેંકોનું કોઇ લોનનું ખાતું નથી.

શિવ પ્રતાપ શુકલાએ કહ્યું કે શરૂઆતના છ મહિનાઓમાં સાર્વજનિક ક્ષેત્રની બેંકોએ ૬૦,૭૧૩ કરોડ રૂપિયાની રેકોર્ડ રિકવરી કરી છે. છ મહિનાના સમયગાળા દરમિયાન વસુલવામાં આવેલી રકમની સરખામણીએ તે બે ગણી છે.(૨૧.૫)

 

(11:39 am IST)