Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

દેવા માફી - ખેડૂતો માટે DBTના પક્ષમાં નથી સરકાર

સરકાર એવી યોજના લાવવા માંગે છે જેનાથી ખેડૂતોને લાભ થાય અને તેઓ સશકત બને

નવી દિલ્હી તા. ૨૯ : કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોના કલ્યાણ માટે કેટલીક મોટી યોજનાઓનું એલાન કરી શકે છે.પરંતુ ઉચ્ચ પદસ્થ સૂત્રોએ સંકેત આપ્યા છે કે સરકાર દેવા માફી અને સીધા ખેડૂતોના ખાતામાં રકમ નાખવા જેવી લોભામણી યોજનાઓના પક્ષમાં નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ,દેવામાફી અંગે સરકાર અનેક કારણોથી યોગ્ય માની રહી નથી. પહેલા અર્થશાસ્ત્રી તેને ખેડૂતોની સમસ્યાઓનું પૂર્ણ સમાધાન માનતા નથી. અન્ય દેવામાફીનો ફાયદો દરેક ખેડૂતોને થતો નથી. જોકે જે ખેડૂતોએ લોન લીધી નથી અથવા જેનર દેવું ચૂકવી દીધું છે.તેઓને લાભ નથી મળતો. દેવામાફીની રાહમાં એક સમસ્યા છે કે ત્રણ રાજયોમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી દેવામાફી અને આ મુદ્દાને કોંગ્રેસ દ્વારા જોર શોરથી ઉઠાવાથી સરકાર મેહસૂસ કરે છે કે જો આવું કર્યું છે તો તેનો રાજનૈતિક લાભ કોંગ્રેસ ઉઠાવી શકે છે.

આ જ પ્રકારે તેલંગાણા જેવી યોજના, જેમાં પ્રતિ એકરના હિસાબે ખેડૂતોના ખાતામાં રકમ નાખવામાં આવે છે.તેને પણ સરકાર ઉપયુકત માની રહી છે. જોકે સરકારનું માનવું છે કે દેવામાફીની સરખામણીએ આ યોજના યોગ્ય છે. પરંતુ તેમાં વાસ્તવિકતા એ છે કે વધુ પડતા રાજયોમાં ભુ-રેકોર્ડ યોગ્ય નથી.તેથી વાસ્તવિક ખેડૂતોની ઓળખાણ કરવી મુશ્કેલ થઇ જાય છે. ઉત્ત્।રપ્રદેશ, બિહાર જેવા મોટા રરાજયોમાં સૌથી વધુ મુશ્કેલ થશે.આ યોજના માટે પહેલા ભુ-રેકોર્ડ સરખા કરવા પડશે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારના સ્તર પર એવી યોજના પર ચર્ચા ચાલી રહી છે.જેનાથી ખેડૂત લાભાવન્તિ થાય તથા તેઓ ધીરે ધીરે સશકત પણ થાય.બીજા અન્ય ખેડૂતોને તેનો ફાયદો મળ્યો છે.જે દેવાદાર છે તે પણ અને જે નથી તે પણ.(૨૧.૮)

 

(11:37 am IST)