Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

બેંકોમાં ચલણી સિક્કાઓના ઢગલે...ઢગલા...

બેંકોની કરન્સી ચેસ્ટોમાં ૮૦થી ૯૦ લાખનો સ્ટોક : રાખવા કયાં? ઠેરઠેર પ્રશ્નો

નવી દિલ્હી તા. ૨૯ : નોટબંધી બાદ બજારમાં અગાઉથી છાપેલા નાના મૂલ્ય વર્ગની નોટો અને સિક્કા દ્વારા ભલે સ્થિતિ કાબુ રાખવામાં મદદ મળી હોય. પરંતુ સિક્કા હવે બેંકો માટે માથાનો દુખાવો બની ગયો છે. હવે સ્થિતિએ છે કે નાના શહેરો અને ગામડાઓના કરન્સી ચેસ્ટમાં પણ ૮૦-૯૦ લાખ રૂપિયા સુધીના સિક્કા જમા થઇ ગયા છે.તેનાથી કરન્સી ચેસ્ટમાં જગ્યાની અછત પણ થઇ રહી છે.

એસબીઆઈના એક કરન્સી ચેસ્ટ શાખાના પ્રબંધકને કહ્યું કે આ સમયે એક બાજુ કર્મચારીઓની અછત છે બીજી બાજુ આખા દિવસમાં કોઈને કોઈ ગ્રાહક એક કોથળી સિક્કા જમા કરવા આવે છે.

નિયમ મુજબ, સિક્કા લેવાનો ઇન્કાર કરી શકાય નહી. તેથી મજબૂરીમાં લેવા પડે છે. પરંતુ, રકમની નિકાસી માટે આવેલા કોઈ ગ્રાહકને સિક્કા આપવામાં આવે તો તે તેને લેવાની ઇનકાર કરી દે છે. આ કારણે કરન્સી ચેસ્ટની પાસે એક ખૂણામાં જ સિક્કાની થેલીઓનો ઢગલો કરવામા આવ્યો છે.(૨૧.૧૧)

(11:34 am IST)